Vadodara News/ વડોદરામાં કરજણ પાસે બે અકસ્માતમાં 2ના મોત

વડોદરામાં કરજણ પાસે બે જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં બેના મોત થયા હતા. વડોદરાના ગણપતપુર ગામ પાસ ટ્રકમાં બાઈક અને ટેમ્પો ભટકાયો હતો. તેમા ટ્રક સાથે અથડાવવાના કારણે બાઇક સવારનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Gujarat Top Stories Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં કરજણ પાસે બે જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં બેના મોત થયા હતા. વડોદરાના ગણપતપુર ગામ પાસ ટ્રકમાં બાઈક અને ટેમ્પો ભટકાયો હતો. તેમા ટ્રક સાથે અથડાવવાના કારણે બાઇક સવારનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ટેમ્પા ચાલકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માત નેશનલ હાઇવે નંબર 48 પર લાકોદરા પાસે સર્જાયો હતો.

આ અકસ્માતના પગલે તરત જ લોકોનાં ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિકોએ હોબાળો મચાવી મૂક્યો હતો. બાઇકસવારને ઘટનાસ્થળે સારવાર આપીને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓના લીધે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ટેમ્પો ચાલકને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ ઘણી ગંભીર છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેના કુટુંબીજનોને જાણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત બીજા અકસ્માતમાં અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. અજાણ્યા રાહદારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. તેના સગાસંબંધીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. તેની ઓળખ સુનિશ્ચિત કર્યા પછી તેના સગાસંબંધીઓને જાણ કરી દેવાશે. આ ઘટના બતાવે છે કે વડોદરામાં વાહનચાલકો કેવા બેફામ છે. વડોદરામાં દિનપ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. વાહનચાલકો રીતસર બેફામ રીતે વાહન ચલાવે છે, જાણે તેમને કોઈપણ પ્રકારના કાયદાનો ડર નથી. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવાથી કંઈ કોઈનો જીવ લેવાનો અધિકાર મળી જતો નથી.  બેફામ વાહનચાલકો સામે ન થતી આકરી કાયદાકીય કાર્યવાહીના કારણે રીતસર તેમને છૂટો દોર મળ્યો છે. તેઓ રસ્તો જાણે મારા પિતાશ્રીનો છે તેમ સમજીને વાહન ચલાવે છે. તેઓ ભૂલી જાય છે કે રસ્તા પર બીજા વાહનો પણ દોડે છે, તે રસ્તા પર એકલા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Vadodara News/વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ નિતીન ગડકરીને પત્ર લખ્યો, ટોલ ટેક્સમાં બમણો વધારાની પુનઃ વિચારણા અંગે

આ પણ વાંચો: Vadodara News/વડોદરામાં 12.71 લાખની ઠગાઈ કરી શખ્સ ફરાર, મુથુટ ફાઇનાન્સ કંપનીને ભરોસો મુકવો ભારે પડ્યો

આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા થઈ હોવાની શંકા