Gandhinagar News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA સંપન્ન કરવામાં આવ્યા હતા.
•એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત રૂ. 1,100 કરોડથી વધુની બચત થશે
•એગ્રીમેન્ટથી રાજ્ય સરકાર દ્વારા પરીવાર દીઠ રૂ. 2,679નું પ્રિમીયમ ચુકવાશે તથા યોજનામાં નવા દાખલ થનાર નવા 1.51 લાખ નાગરીકોનું પ્રિમીયમ પણ માફ કરાશે

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Panseriya)ની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે (Gujarat Government) બજાજ ઈન્સ્યોરન્સ કંપની (Bajaj Insurance Co.) સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ (LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત 1,100 કરોડથી વધુનો ફાયદો થશે
આ એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત 1,100 કરોડથી વધુનો ફાયદો થશે. આ બચત થયેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકાર અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અને આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવા માટે કરી શકશે, જે નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

રાજ્ય સરકાર દ્વારા PM JAY માટે પરિવાર દીઠ હવેથી રૂ. 2,679નું પ્રિમીયમ ચૂકવાશે
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય (PM JAY) યોજના હેઠળ ગરીબ પરિવારોને આરોગ્ય કવર આપતી યોજના છે જેમાં ગુજરાતમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 1.03 કરોડ પરિવારો લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં પરિવાર દીઠ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીને રૂ. 3,708 પ્રિમીયમ (Premium) ચૂકવવામાં આવે છે. પોલિસી-9 દરમિયાન, યોજના હેઠળ રૂ. 3657.24 કરોડના કુલ 13,60,977 દાવા નોંધાયા હતા. આ એગ્રીમેન્ટ થવાથી રાજ્ય સરકાર દ્વારા પરિવાર દીઠ હવેથી રૂ. 2,679નું પ્રિમીયમ ચૂકવવામાં આવશે.

નવા 1.51 લાખ નાગરીકોનું પ્રિમીયમ પણ માફ કરવામાં આવશે
આ ઉપરાંત, આ એગ્રીમેન્ટ (કરાર) ના કારણે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આ યોજનામાં દાખલ થનાર નવા 1.51 લાખ નાગરીકોનું પ્રિમીયમ પણ માફ કરવામાં આવશે. આ એગ્રીમેન્ટ ગુજરાત સરકારના આર્થિક વ્યવસ્થાપન અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, અધિક નિયામક હિતેશ બ્રહ્મભટ્ટ, બજાજ કંપનીના પ્રતિનીધી હિમાંશુ રોય અને ઉદયપ્રતાપ સિંધ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો: સરકારી જગ્યાઓ પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે: હર્ષ સંઘવી…ગીર સોમનાથમાં સપાટો..!
આ પણ વાંચો: રાજ્ય સરકારના યુસીસી બનાવવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો
આ પણ વાંચો: E20 ઇથેનોલ વિવાદ: ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકોનો આક્રોશ – મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન રિયાલિટી ચેક
