Arvalli news/ અરવલ્લીના ધનસુરામાં વીજ કરંટથી 2ના મોતથી ચકચાર

અરવલ્લીના ધનસુરામાં વીજ કરંટથી બેના મોત થતાં ચકચાર મચી ગઈ છે. ભેસાવાડા ગામના સાકરી પુલ પાસે વીજ કરંટ લાગ્યો છે. વીજપોલના જીવંત તારથી કરંટ લાગતા તેમના મોત નીપજ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Arvalli News: અરવલ્લીના ધનસુરામાં વીજ કરંટથી બેના મોત થતાં ચકચાર મચી ગઈ છે. ભેસાવાડા ગામના સાકરી પુલ પાસે વીજ કરંટ લાગ્યો છે. વીજળીના થાંભલાના જીવંત તારથી કરંટ લાગતા તેમના મોત નીપજ્યા છે. છોટા હાથી વાહન લઈને આવેલા બે અજાણ્ય શખ્સ આ કરંટમાં ભૂંજાઈ ગયા હતા. તેઓનું જાણે જીવતા જ ભડથું બની ગયું હતું. બંને દર્દનાક મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા, તે એવા બળ્યા હતા કે તેમને જાણે બાળવાની જરૂર જ રહી નથી.

લોકચર્ચા એવી છે કે મૃતકો ચોરીના ઇરાદે આવ્યા હતા, પરંતુ કાળનો કોળિયો બની ગયા હતા. ઘટનાના પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ કબ્જે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે મૃતકોના મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. તેમની ઓળખ સુનિશ્ચિત કર્યા પછી તેમના સગાસંબંધીઓને તેમનો મૃતદેહ સોંપાશે. આ ઉપરાંત પોલીસે તેમનું છોટાહાથી પણ કબ્જે લીધું છે.

તેની સાથે પોલીસે યુજીવીસીએલને પણ તાકીદ કરી છે કે વીજ વાયરોને લઈને સરખુ કામ કરે, જેથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય. આ રીતે જીવતા વાયર જાણે મોતનો સામાન છે. આ વાયર ગમે તેના માટે મોતનો પૈગામ બની શકે છે. આ પ્રકારનું વીજવાયરનું કામકાજ સામાન્ય નાગરિકોના જીવન માટે જોખમી છે. જ્યાં પણ જીવતા વાયર આ પ્રકારના હોય ત્યાં વીજ તંત્રએ તરત જ કામ કરવું જોઈએ. કોઈના પણ જીવનથી મૂલ્યવાન કશું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં બે જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત

આ પણ વાંચો: મોડાસામાં બિલ્ડર અને ડોક્ટરને ત્યાં હવે EDની એન્ટ્રી, વિદેશમાં કરોડોની હેરાફેરી થઇ હોવાની શંકા

આ પણ વાંચો: અરવલ્લીના ધનસુરામાં શિક્ષકનો આપઘાત, JS મહેતા હાઈસ્કુલના પંકજ સિમ્બલિયાનો મોતથી ચકચાર……..