Ahmedabad News: અમદાવાદ શહેરમાં ઝડપના નશામાં ચકચૂર યુવાનોના કારણે રોજિંદા અકસ્માતોનું સિલસિલો ચાલુ જ છે. સોમવારે રાત્રીના સમયે એસ.જી. હાઇવે પર આવેલા GMDCગ્રાઉન્ડ ની સામે એક એવો ભયાનક અકસ્માત બન્યો જેને જોઈ પસાર થતા લોકોની આંખો ફાટી ગઈ.પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, 22-23 વર્ષની ઉંમરનો એક યુવક પોતાની હોન્ડા શાઇન બાઇક પર પૂરપાટ ઝડપે એસ.જી. હાઇવે પરથી સોલા તરફ જઈ રહ્યો હતો.
અમદાવાદ મા અકસ્માત
રાત્રે GMDCગ્રાઉન્ડ ની સામેના ડિવાઇડર પરની લોખંડની રેલિંગ સાથે બાઇક જોરદાર ટક્કર મારી. અથડામણ એટલી ભયાનક હતી કે યુવકનો જમણો હાથ કાંડાથી છૂટો પડી ગયો અને ઘટનાસ્થળેથી 20-25 ફૂટ દૂર જઈને પડ્યો હતો.અકસ્માત બાદ યુવકનું મોત ઘટનાસ્થળે જ થઈ ગયું હતું.લોહીનો ખાબોચિયો રસ્તા પર ફરી વળ્યો હતો અને બાઇકના ટુકડા ચારેય તરફ વેરાયેલા હતા.છેલ્લા 15 દિવસમાં એસ.જી. હાઇવે, 132 ફૂટ રીંગ રોડ અને SP રીંગ રોડ પર ઓવરસ્પીડિંગને કારણે 8થી વધુ લોકોનાં મોત થયાં છે. ખાસ કરીને રાત્રીના 10 પછી યુવાનો રેસિંગ અને સ્ટંટ માટે આ રોડનો ઉપયોગ કરે છે.
ગઈકાલે (1 ડિસેમ્બર) પણ અમદાવાદ ના એસજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ગાંધીનગરથી બાઇક પર કામ પર જઈ રહેલા કથન ખારચર નામના યુવાનને નિરમા યુનિવર્સિટી નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એસજી-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિરમા યુનિવર્સિટી નજીક તેને ટક્કર મારનાર ડ્રાઇવર ફરાર થયો હતો.
