Surendranagar News/ LCB કચેરીના શૌચાલયમાં ચોરીના આરોપીની આત્મહત્યા

સુરેન્દ્રનગર LCB ઓફિસમાં પોલીસ કસ્ટડીમાં ઝીંઝુવાળા ગામના રહેવાસી ગજેન્દ્રસિંહ ઝાલાએ આત્મહત્યા કરી લીધી છે.

Gujarat Others
LCB

Surendranagar News: સુરેન્દ્રનગર LCB ઓફિસમાં પોલીસ કસ્ટડીમાં ચોરીના આરોપીએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા અને કસ્ટડીમાં રહેલા ઝીંઝુવાળા ગામના રહેવાસી ગજેન્દ્રસિંહ ઝાલાએ આત્મહત્યા કરી લીધી છે. એવું જાણવા મળ્યું છે કે આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ એલસીબી ઓફિસના શૌચાલયમાં ફાંસી લગાવી લીધી હતી.

LCB ઓફિસમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુથી હોબાળો મચી ગયો છે

પોલીસ સ્ટેશનના શૌચાલયમાં તેનો મૃતદેહ લટકતો મળી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીના મૃત્યુને કારણે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ, પોલીસ કસ્ટડીમાં આરોપીએ આત્મહત્યા કેવી રીતે કરી હશે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આગાઉના કેસો:

ગુજરાતમાં આવા કેસો વારંવાર સામે આવે છે, જેમ કે 2024માં સુરેન્દ્રનગરમાં જ તાંત્રિક નવલસિંહ પરમારનું કસ્ટડીમાં મોત થયું હતું, જેમાં તપાસ થઈ હતી. આવા બનાવો પોલીસ વિભાગની જવાબદારી અને માનવાધિકારો પર પ્રશ્નો ઉભા કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ  વાંચો:વાસણામાં યુવકે 6 લોકોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, BJPના મોટા નેતાનું નામ પણ સુસાઈડ નોટમાં સામેલ

આ પણ  વાંચો:અમદાવાદના આધેડનો પાલિતાણા પોલીસ સ્ટેશનમાં આપઘાત, આરતીમાં બોલીની રકમ ન ચુકવતા પોલીસમાં અરજી થઈ હતી

આ પણ  વાંચો:  જામનગરના ધ્રોલમાં પુત્ર પ્રાપ્તિના વિયોગમાં પરિણીતાનો આપઘાત