Lifestyle/ ઘરે બનાવો સ્વાદિષ્ટ પંજાબી કઢી પકોડા..અસલ દેશી સ્વાદ…ટેસ્ટી રેસિપી..!

પંજાબી કઢી પકોડા પોતાના લાજવાબ દેશી સ્વાદ માટે પ્રસિદ્ધ રેસિપી છે ગુજરાતમાં એ ઓછી બને છે પણ અત્યારે શિયાળામાં એને બનાવીને એકવાર ખાશો તો…

Tips & Tricks Food Trending Lifestyle
પંજાબી કઢી પકોડા, દેશી, રેસિપી

Lifestyle: પંજાબી કઢી પકોડા (Punjabi Kadhi Pakora) પોતાના મલાઈદાર, ક્રિસ્પી અને ઘટ્ટ ટેક્ષ્ચર અને એના લાજવાબ દેશી સ્વાદ માટે પ્રસિદ્ધ રેસિપી છે. એને દહીં અને બેસનના મિશ્રણથી બનાવવામાં આવે છે. જો તમે પણ શિયાળાની ઠંડી ઋતુ (Winter Season Recipe)માં આ ટેસ્ટી વાનગીનો આસ્વાદ માણવા માગો છો તો આ રહી એની સરળ રેસિપી…

આપણા ભોજનની થાળીમાં કઢીનું સ્થાન અનોખું છે. સાવ સામાન્ય લાગતી કઢી અમુક વખતે દાળ કે શાકથી પણ વધારે ટેસ્ટી લાગતી હોય છે. જો કઢીને ધ્યાનથી બનાવવામાં આવે, એમાં તાજા લીમડાનો વઘાર પડે અને અમુક ટિપ્સ (Tips)અપનાવવામાં આવે તો આ સાધારણ કઢી આંગળા ચાટી જવા મજબૂર કરી દે છે!!

ભારત (India) વિભિન્નતાઓથી પરિપૂર્ણ દેશ છે અને એમાં અલગ-અલગ પ્રાંતોમાં વિવિધ રીતે વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને અહિં મજાની વાત એ છે કે, એક જ વાનગીને દરેક રાજ્યમાં આગવો ટચ આપીને બનાવવામાં આવે છે. આવી જ એક વાનગી છે કઢી! આપણને થશે કે કઢી (Kadhi)માં વળી નવું શું હોય છે? પણ એક વાર તમે આ પંજાબી કઢી પકોડા બનાવશો પછી તમને ખ્યાલ આવશે કે એની કઢી ઘટ્ટ અને મલાઈદાર હોય છે જ્યારે અન્ય પ્રાંતોની કઢી એની સરખામણીએ થોડી પાતળી હોય છે. વળી, આ કઢીમાં મસાલાનું મિશ્રણ (Spices) પણ ભિન્ન પ્રકારનું હોય છે. પકોડા બનાવવામાં અને દહીંમાં જુદી-જુદી જાતના મસાલાનો ઉપયોગ થાય છે, જેના પરિણામે એનો સ્વાદ લાજવાબ બની જાય છે! પંજાબ તથા ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં લોકો એને વારંવાર બનાવવાનું પસંદ કરે છે. ગુજરાત (Gujarat)માં એ ઓછી બનતી જોવા મળે છે પણ અત્યારે ઠંડીની મોસમમાં આ કઢી બનાવીને એકવાર ખાશો તો એનો સ્વાદ તમારી દાઢે વળગી જશે!

શી રીતે બનાવશો પંજાબી કઢી પકોડા? આ રહી એની રેસિપી…

પંજાબી કઢી પકોડા બનાવતી વખતે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

પંજાબી કઢી પકોડા, દેશી, રેસિપી

સામગ્રી

દહીં 250 થી 300 ગ્રામ

100 થી 150 ગ્રામ બેસન (ચણાનો લોટ)

3 સૂકી ડુંગળી

1 ચમચી હળદર

1 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી લાલ મરચું

1 ચમચી અજમો

1 ચમચી જીરું

1 ચમચી મેથી દાણા

1 ઇંચ આદુ

4-5 ડાળખી મીઠા લીમડાના પાન

3-4 લીલા મરચા

1 ચપટી હીંગ

સ્વાદાનુસાર મીઠું

સરસિયું અથવા અન્ય તેલ તળવા માટે

પંજાબી કઢી પકોડા, દેશી, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક બાઉલમાં દહીં (Curd) લઇને એ જ્યાં સુધી સ્મૂધ ન થાય ત્યાં સુધી એને ફેંટી લેવું.

2. હવે એમાં બેસન, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો. થોડું પાણી નાખીને એને સરસ રીતે હલાવી લો જેથી એમાં ગઠ્ઠા ન રહે. કઢી બનાવવા માટે દહીંનું મિશ્રણ તૈયાર છે.

3. હવે એક અન્ય બાઉલમાં લાંબી સમારેલી ડુંગળી (Onion)ના પાતળા લચ્છા ઉમેરો. થોડીક સ્લાઇઝ કઢીના વઘાર માટે બાકી રાખવી.

4. હવે એમાં અજમો, ગરમ મસાલો, લાલ મરચું, બેસન અને મીઠું મિક્સ કરીને થોડી વાર રાખી મૂકવું. ત્યાર બાદ જરુર મુજબ પાણી નાખીને એક ઘટ્ટ બેટર બનાવી લો.

5. એક તાવડીમાં તળવા માટે તેલ મૂકો અને એ ગરમ થાય એટલે એમાં આ બેટરમાંથી હાથ વડે નાના-નાના ગોળા બનાવી તેલમાં નાખતા જાઓ. એને કરારા, ગોલ્ડન (Crispy, Golden) થાય ત્યાં સુધી તળી લો.

પંજાબી કઢી પકોડા, દેશી, રેસિપી

6. ત્યાર બાદ, એ જ તાવડીમાં સરસિયું (Mustard Oil) ગરમ કરીને એમાં જીરું, મેથી દાણા અને ચપટી હીંગ નાખો અને શેકી લો. ત્યાર બાદ એમાં સમારેલા ડુંગળીના બાકી રહેલા લચ્છા, સમારેલું આદુ, મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા મરચા ઉમેરીને આ તમામ સામગ્રીને હળવી શેકો.

7. હવે તૈયાર દહીંનું મિશ્રણ એમાં ઉમેરી દેવું અને મધ્યમ તાપે એને 10-15 મિનિટ સુધી પકાવી લેવું. જરુર જણાય તો ગરમ પાણી ઉમેરીને કન્સિસ્ટન્સી સેટ કરવી.

8. હવે કઢી ઉકળી જાય એટલે એમાં ડુંગળીના તૈયાર પકોડા નાખીને 5 મિનિટ સુધી ગૅસ પર ધીમા તાપે કઢી પકોડાને થવા દેવા.

તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પંજાબી કઢી પકોડા…તમે ભાત કે પરોઠા (Rice or Paratha) સાથે અથવા તો એમ જ એની મજા માણી શકો છો! એના ગરમાગરમ પકોડા એમ નેમ ખાવામાં પણ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો: ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો: ગરમાગરમ ઓટ્સ પરોઠા બનાવો, આ રેસિપીથી ઝટપટ બનશે સવારનો સ્વાદિષ્ટ અને હૅલ્ધી નાસ્તો…