Ayodhya-Agarbatti/ અયોધ્યામાં પ્રગટાવવામાં આવી 108 ફૂટની અગરબત્તી

અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટન માટે પહોંચેલી 108 મીટર લાંબી અગરબત્તીને મંગળવારના રોજ પ્રગટાવવામાં આવી હતી. 108 ફૂટની આ અગરબત્તી ગુજરાતના વડોદરાથી આવી છે. તેને બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 01 16T152537.558 અયોધ્યામાં પ્રગટાવવામાં આવી 108 ફૂટની અગરબત્તી

અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ 84 સેકન્ડના અત્યંત સૂક્ષ્મમ મૂહુર્તમાં પૂરો કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યા સહિત ભારતના લગભગ દરેક ખૂણે લોકો ભગવાન શ્રીરામની ભક્તિમાં ડૂબીને જાપ જપી રહ્યા છે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા ઘણીય ભેટો અયોધ્યા પહોંચી રહી છે. અયોધ્યા પહોંચનારી ભેટોમાં ભગવાન રામના શ્વસુર પક્ષ જનકપુરી એટલે કે નેપાળથી પણ ઘણી ભેટો મોકલાઈ છે. આ સિવાય ભારતના રાજ્યોમાંથી અષ્ટધાતુમાંથી બનેલો ઘંટ, સોનાના વરખવાળા જૂતા, કબાટ, નગારા અને 108 મીટર લાંબી અગરબત્તી પણ આવી છે.

અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટન માટે પહોંચેલી 108 મીટર લાંબી અગરબત્તીને મંગળવારના રોજ પ્રગટાવવામાં આવી હતી. 108 ફૂટની આ અગરબત્તી ગુજરાતના વડોદરાથી આવી છે. તેને બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. તેને લઈને 26 જણ અયોધ્યા આવ્યા છે. અગરબત્તી અયોધ્યા પહોંચ્યા પછી શ્રીરામના જયકાર વચ્ચે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રના વડા મહંત નૃત્યગોપાલ દાસજી મહારાજની હાજરીમાં પ્રગટાવવાંમાં આવી છે.

108 મીટર લાંબી અગરબત્તીની પહોળાઈ 3.5 ફૂટ છે. તેનું વજન 1,470 કિલોગ્રામ છે. 420 કિલોગ્રામ જડીબુટ્ટી, 376 કિલોગ્રામ ગૂગળ, 376 કિલો નાળિયેરના ગોળા, 190 કિલોગ્રામ ઘી મેળવીને આ અગરબત્તી તૈયાર કરવામાં આવી છે. તેની સુગંધ બહુ તેજ છે અને તે કેટલાય કિ.મી. સુધી ફેલાશે. અગરબત્તીને પર્યાવરણની અસરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ અગરબત્તી દોઢ મહિનો પ્રજ્જવલિત રહેશે તેમ કહેવાયું છે.

 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ