Ahmedabad/ અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, 15 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન કિશોરનું મૃત્યુ થયું છે. હનુમાનવાળી પોળના ખાંચામાં આવેલ લાલ પોળમાં ઘટના સામે આવી છે.

Ahmedabad Gujarat
મટકી ફોડ
  • દરિયાપુરમાં મટકી ફોડ કાર્યક્રમમાં બની ઘટના
  • દીવાલ અને ચબુતરો ધરાશાઈ થતા એકનું મોત

કૃષ્ણ જન્મોત્સવને લઈને ઠેર ઠેર મટકો ફોડના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મટકી ફોડવા ઉંચે ચઢેલા 15 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે. હનુમાનવાળી પોળના ખાંચામાં આવેલ લાલ પોળમાં ઘટના સામે આવી છે. રાત્રે 1:14 કલાકે આ ઘટના બની હતી. 16 વર્ષીય દેવ પઢીયારનું પટકાઈ જવાથી મૃત્યુ થતા ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો. હાલમાં દરિયાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે.

સ્થાનિક લોકોનું કહેવુ છે કે આ ચબુતરો વર્ષો જુનો હતો અને જર્જરિત થઇ ગયો હતો. ત્યારે આ ચબુતરા સાથે જ્યારે દહીહાંડી માટેનો તાર બાંધવામાં આવ્યો હતો. દહીહાંડીના કાર્યક્રમ માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન આ ચબુતરો તુટી પડ્યો હતો. જેમાં દેવ પઢિયાર નામનો 16 વર્ષનો કિશોર નીચે પટકાઇ ગયો હતો અને સ્થળ પર જ તેનું મોત થયુ હતુ.

વડોદરામાં પણ બની આવી જ ઘટના

વડોદરામાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના ઘટી છે. વડોદરામાં જન્માષ્ટમી પર્વ પર કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં  દુર્ઘટના ઘટી છે. મટકી ફોડતા સમયે બે ગોવિંદા નીચે પટકાયા છે. એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. યુવક નીચે પટકાતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. આ ઘટનામાં કુલ બે ગોવિંદા ઇજાગ્રસ્ત થયા છે.  કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં  આ ઘટના બનતા પાલિકાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો:શેખ હસીના આવશે ભારત પ્રવાસે, PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત; આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો:217 નિર્દોષોનો હત્યારો અલ કાયદાનો આ આતંકવાદી હવે જેલમાંથી થશે ‘મુક્ત’,

આ પણ વાંચો:સોમાલિયામાં મુંબઈ જેવો હુમલો, 12ના મોત, આતંકીઓએ હોટેલ હયાત પર કર્યો કબજો