ગુજરાત/ સુરત SOGએ વરાછામાંથી 61 કિલો ગાંજો પકડી પાડ્યો, આરોપી વોન્ટેડ

સુરત એસ ઓ જી દ્વારા બાતમીના આધારે વરાછાના પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મકાનમાં દરોડો કરવામાં આવ્યો હતો અને 61 કિલો ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Gujarat Surat
SOG

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં છેલ્લા બે વર્ષથીનો ડ્રગ્સ ઇન સુરત ડ્રાઇવ અંતર્ગત ઘણા ડ્રગ્સ માફિયાઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ત્યારે સુરત SOG ને ગાંજાનો મુદ્દામાલ પકડવામાં મોટી સફળતા મળી છે.

સુરત SOG દ્વારા બાતમીના આધારે વરાછાના પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મકાનમાં દરોડો કરવામાં આવ્યો હતો અને 61 કિલો ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. SOG દ્વારા પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા 24 એ નંબરના કારખાના ના અગાસી પર બનાવવામાં આવેલા રૂમમાં તપાસ કરવામાં આવી હતી અને આ રૂમમાં સંતાડવામાં આવેલો 61 કિલો ગાંજા નો મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો તેથી પોલીસ દ્વારા આ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

એસ ઓ જીની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગાંજાનો મુદ્દામાલ કોઈ ઓરિસ્સાવાસી ઈસમ લાવ્યો છે. તેથી પોલીસ દ્વારા ઓરિસ્સાવાસી ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ ઈસમ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…

આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ