ગુજરાત/ 16 વર્ષની સગીરા સુરતમાં બાળકીને જન્મ આપી થઇ ફરાર,અંતે ડિલીવરી કરાવનાર ડોકટર સહિત પાંચ ઝડપાયા

સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારના રોજ એક નવજાત બાળકી બાળ આશ્રમ પાસેથી મળી આવી હતી. સ્થાનિક લોકો દ્વારા બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 102 16 વર્ષની સગીરા સુરતમાં બાળકીને જન્મ આપી થઇ ફરાર,અંતે ડિલીવરી કરાવનાર ડોકટર સહિત પાંચ ઝડપાયા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારના રોજ એક નવજાત બાળકી બાળ આશ્રમ પાસેથી મળી આવી હતી. સ્થાનિક લોકો દ્વારા બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. બીજી તરફ કતારગામ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતા સામે આવ્યું હતું કે બાળકીની માતાની ઉંમર 16 વર્ષની છે અને તે મહારાષ્ટ્રથી ડિલિવરી માટે સુરત આવી હતી અને હાલ પોલીસે કિશોરીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર, આયા અને રિક્ષાવાળા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસેથી સોમવારના રોજ એક નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. બાળકી જે સમયે લોકોને રસ્તા પરથી મળી હતી તે સમયે બાળકીની હાલત ગંભીર હતી. આ ઉપરાંત ખૂબ જ મોટા પ્રમાણમાં કીડીઓ બાળકીના શરીર પર ચોટેલી જોવા મળી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા 108ની મદદથી આ બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં બે દિવસની સારવાર બાદ આ બાળકીનું મોત થયું હતું.

તો બીજી તરફ કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ કરવામાં આવી હતી. કતારગામ પોલીસને બાળકીને ત્યજી દેનારી માતા, મહિલા ડોક્ટર, આયા રિક્ષા ચાલક આમ કુલ મળીને પાંચ લોકોની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. મહત્વની વાત છે કે બાળકીની માતાની ઉંમર માત્ર 16 વર્ષની છે અને આ 16 વર્ષની કુવારિકા મહારાષ્ટ્રની રહેવાસી છે અને તે ગર્ભવતી થતા પોતાનું પાપ છુપાવવા માટે તે ડીલેવરી માટે સુરત આવી હતી અને ત્યારબાદ બાળકીનો જન્મ થતા બાળકીને એક રીક્ષામાં લઈ ગઈ હતી અને બાળ આશ્રમના ગેટ પાસે બાળકીને મૂકી દીધી હતી.

હાલ આ સમગ્ર મામલે કતારગામ પોલીસ દ્વારા બાળકીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર, આયા અને રિક્ષા ચાલક આમ કુલ મળીને પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં

આ પણ વાંચો:જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ

આ પણ વાંચો:સ્કૂલમાંથી ગુલ્લી મારીને ઉકાઈ ડેમમાં ન્હાવા પડેલા બે બાળકોના કરૂણ મોત

આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા