સુરત/ જહાંગીરપુરા પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પરિણીતાના બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા ત્યારે પોતાના પતિ ઓનલાઇન ગેમ રમી પૈસા કમાતા હતા.

Gujarat Surat
YouTube Thumbnail 90 3 જહાંગીરપુરા પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં એક 26 વર્ષીય પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જેથી તેના પિતાએ પરિણીતાના પતિ અને સાસુ વિરુદ્ધ દુસ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. તેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક 26 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ  જીવન ટૂંકાવી લેવાની ઘટના સામે આવી છે.જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પરિણીતાના બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા ત્યારે પોતાના પતિ ઓનલાઇન ગેમ રમી પૈસા કમાતા હતા પરંતુ તેમાં દેવું થઈ જતા પરણીતા પાસે અવારનવાર પૈસા માંગવામાં આવતા હતા. જેથી પરિણીતાએ તેમને કામ ધંધો કરવાનું કહ્યું હતું જેથી તેની સાથે મારજૂડ થતી હોવાની ઘટના બની હતી ત્યારબાદ પરિણીતાના સાસુ પણ તેને હેરાન કરતા હોવાનું પણ તેના પિતાએ જણાવ્યું હતું.

દીકરીના આપઘાત ને પગલે પિતાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં દીકરીના પતિ અને સાસુ વિરુદ્ધ દુસ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે તપાસ કરી પરણીતાના પતિ અને તેના સાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..મહત્વ નું છે કે પતિ અવાર નવાર રૂપિયા ની માંગ કરતો અને પત્ની રૂપિયા ની ના પડે એટલે માર મારતો હતો.અને આ સમગ્ર ઘટના માં સાસુ પણ પુત્ર ને મદદ કરતી હતી.સમગ્ર મામલે પોલીસે તપાસ કરી સાસુ અને પતિ ની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 જહાંગીરપુરા પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો