અમદાવાદ/ દરિયાપુરમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, દટાયેલા ત્રણ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

અમદાવાદમાં મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવતી રહે છે. જેમાં લોકોના મોત પણ નીપજતા હોય છે તેમજ અનેક ઘાયલ પણ થતા હોય છે.

Ahmedabad Gujarat
a 328 દરિયાપુરમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, દટાયેલા ત્રણ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

અમદાવાદમાં મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવતી રહે છે. જેમાં લોકોના મોત પણ નીપજતા હોય છે તેમજ અનેક ઘાયલ પણ થતા હોય છે. આ દરમિયાન અમદાવાદમાં વધુ એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. શહેરનાં દરિયાપુરમાં  ૩ માળનું મકાન ધરાશશાયી થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

મળતી માહિતી અનુસાર,અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચારવાડમાં લાખોટા પોળના નાકે આજે સવારે એક માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્રણેયને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

a 329 દરિયાપુરમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, દટાયેલા ત્રણ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

આ પણ વાંચો :આજે 54 હજારથી વધુ આંગણવાડીમાં 14 લાખથી વધુ બાળકોને અપાયા ગણવેશ

બચાવ કામગીરી કરવા પહોંચેલા ફાયરબ્રિગેડના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ” મકાન જર્જરિત હાલતમાં હોવાના કારણે અને ગઈકાલે રાત્રે વધુ વરસાદના કારણે મકાનની વચ્ચેનો ભાગ જમીનમાં ધસી પડ્યો હતો. જેમાં ત્રણ લોકો દબાયા હતા તેમનું ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે અને સમગ્ર બચાવ કામગીરી અત્યારે પૂર્ણ થઈ છે અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.”

દરિયાપુર લખોટાની પોળની આસપાસનાં મકાનોમાં આ મકાન વર્ષો જૂનું હોવાનું જાણવા મળ્યું હતું. મકાન એક માળનું છે, જેમાં બહારની ભાગમાં આવેલી ગેલરી અને ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. ઉપરના ભાગે તિરાડો પડી ગઈ છે. ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. બાજુમાં આવેલાં મકાનો પણ ભયજનક હોવાનાં જણાયાં હતાં. બાજુમાં આવેલું એક મકાન લોખંડના પાર્ટિશન પર એક ભાગ પર ઊભું કરવામાં આવેલું જણાયું હતું.

a 330 દરિયાપુરમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, દટાયેલા ત્રણ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

આ પણ વાંચો :રાજય માં આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત,ખેડૂતોની ચિંતામાં વધારો

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરના જમાલપુર વિસ્તારમાં કાજીનાં ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારત ધરાશયી થતા ચારે તરફ નાસભાગ સર્જાઈ હતી. કાજીનાં ધાબા પાસે આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. ઇમારતમાં અનેક લોકો રહેતા હતા. અત્યંત ગીચ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો : બેગનાં વેપારીની જ બેગ ખાલી, રાજ્યમાં વાર્ષિક 4 થી 5 હજાર કરોડનું નુકસાન