વાલીઓ સાવધાન! /  ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

રેનીશ નામનો પાંચ વર્ષનો માસુમ બાળક ઘર પાસે જ રમી રહ્યો હતો એ સમયે દરવાજો બાળક પર પટકાતા દબાઈ જવાથી મોત થયું છે. બાળકના મોતને લઈને પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

Gujarat Others
પાંચ વર્ષના બાળકનું મોત

હાલમાં જ ભાવનારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! એક નાની એવી બેદરકારીના લીધે પાંચ વર્ષના માસુમ બાળકનુ મોત થયું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે બનાવમાં શું બન્યું તે જાણીએ છે.ભાવનગર ખાતે રહેતા નાનકડા એવા બાળકના માથે લોખંડનો દરવાજો પડતા મોત થયું છે.

આપને જણાઈ દઈએ કે, શહેરના ચિત્રા મહેશ્વરી સોસાયટી ખાતે રહેતા સંજય ભાઈ ગોહેલ નો પાંચ વર્ષનો નાનકડો પુત્ર રેનિશ ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ઘરનો દરવાજો અચાનક બાળકની પર પડ્યો હતો દરવાજો પડતાની સાથે જ બાળકને ગંભીર ઇજા પહોંચતી હતી.

જે બાળા તત્કાલ બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન રેનીશ નું મોત નીપજતા પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો:યુવાનોમાં ટ્રેન્ડ બદલાતા કૃષ્ણને મનપસંદ પ્રસાદ પંજરી પર પડી અરસ, ધર્મને પણ બનાવ્યું મોજ શોખનું સાધન

આ પણ વાંચો:મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાનું યુવતીને પડ્યું ભારે, વારંવાર બની હવસનો શિકાર

આ પણ વાંચો:કપાળ પરનું તિલક બદલ્યું,સ્વામિનારાયણના ગણાવ્યા ભક્ત, પછી રાતોરાત હટાવ્યા.. હનુમાનના ભીંતચિત્ર લઈને શું છે આખો વિવાદ?

આ પણ વાંચો:સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ