Not Set/ હનીમૂન માણવા નિકળેલા કપલના પ્લાન પર આ કારણસર ફરી વળ્યું પાણી

અમદાવાદનું એક નવપરણિત યુગલ RT-PCRનો ટેસ્ટ કરાવ્યો હોવા છતાં એરલાઈન્સની જડતાના કારણ દુબઈ ના જઈ શકતાં તેમના હનીમૂન પ્લાન પર પાણી ફરી વળ્યું છે. 

Ahmedabad Gujarat
amp 15 હનીમૂન માણવા નિકળેલા કપલના પ્લાન પર આ કારણસર ફરી વળ્યું પાણી

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમામ દેશો પોતાનાથી બનતા પ્રયત્નો કરી રહ્યાં છે. અનેક દેશોએ પોતાને ત્યાં આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટને ફરજિયાત કરી દીધા છે, ત્યારે આવા નિયમોના કારણે અનેક લોકોના પ્રવાસના આયોજનો ખોરવાઈ ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર એક નવદંપતીને કોરોનાના RT-PCR ટેસ્ટની માથાકૂટના કારણે પોતાનું હનીમૂન પડતુ મૂકવું પડ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદનું એક નવપરણિત યુગલ RT-PCRનો ટેસ્ટ કરાવ્યો હોવા છતાં એરલાઈન્સની જડતાના કારણ દુબઈ ના જઈ શકતાં તેમના હનીમૂન પ્લાન પર પાણી ફરી વળ્યું છે.

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાય દુબઈની ફ્લાઈટ માં એક નવપરણિત યુગલ સવાર હતું. આ ફ્લાઇટ તેના નિર્ધારિત સમયે શુક્રવારે બપોરે દોઢ કલાકે ટેક ઓફ  થવાની હતી. આ ફ્લાઇટમાં કેદાર  અને માનસી પટેલ નામના પેસેન્જર કપલ સવાર હતા, જેઓ દુબઈ માટે હનીમૂન માટે જવાના હતા.  એરપોર્ટ પર એરલાઇનના  કાઉન્ટર પર પહોંચતા જ તેમના લગેજનું ચેકિંગ અને ટેગ મારી ફ્લાઈટમાં રવાના કર્યું હતું. પરંતુ તેમના પાસપોર્ટ અને દુબઈ માટે ફરજિયાત RT-PCR  ટેસ્ટ ચેક કરતા થોડ કવેરી સામે આવી હતી.

આખરે નવદંપતીએ લેબોરેટરીમાં વાતચીત કરીને ફરીથી નવો રિપોર્ટ મંગાવ્યો હતો. જો કે તેમાં 9 માર્ચ 12:30 કલાકે ટેસ્ટ કર્યો હોવાનો ઉલ્લેખ હતો. આથી એરલાઈન્સ કંપનીએ આ નેગેટિવ રિપોર્ટેને માન્ય રાખ્યો નહતો અને તેમને દુબઈ જતા અટકાવ્યા હતા.

કપલે સ્ટાફ સમક્ષ વિનંતી કરતા જણાવ્યું હતું કે, અમે 11 વાગ્યે એરપોર્ટ પર આવી ગયા હતા અને અમારી ફ્લાઇટ 1.30 વાગ્યાની છે, અમારા ટેસ્ટના 12.30 વાગ્યે 72 કલાક પૂરા થયા, તો અમને જવા દો. પરંતુ એરલાઇન્સના અધિકારીઓ ટસના મસ ન થયા અને બંને કપલને ઓફલોડ કરી ઘરે રવાના કરી દીધા હતા. આ વિશે એરલાઈન્સ કંપનીનું કહેવું છે કે જો અમે કપલને દુબઈ જવા દીધું હોત તો તેમને ત્યાંથી પરત ફરવું પડ્યું હોત અને એરલાઈન્સ કંપનીને પણ દંડ થયો હોત.

આ અંગે એરલાઈન્સ કંપનીનું કહેવું છે કે, દુબઈની ફ્લાઈટમાં બેસવાના 72 કલાક પહેલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ. જો કે આ કપલના નેગેટિવ રિપોર્ટને 72 કલાકથી વધુનો સમય પસાર થઈ ગયો હોવાથી તેને માન્ય રાખવામાં નથી આવ્યો. આથી જ દુબઈના નિયમ મુજબ અમે તેમને મુસાફરી કરતાં અટકાવીને ઘરે રવાના કરી દીધા છે.