અજબગજબ/ છપરામાં ચાર હાથ અને ચાર પગ સાથે એક બાળકીનો જન્મ, 20 મિનિટ બાદ…

છપરા શહેરના શ્યામ ચક સ્થિત સંજીવની નર્સિંગ હોમમાં પ્રિયા દેવી નામની મહિલાએ એક વિચિત્ર બાળકીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં હાજર કર્મચારીઓ અને દર્દીઓને આ સમાચાર મળતા જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Ajab Gajab News
Twin Disorder

સારણ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક મહિલાએ અજીબોગરીબ બાળકીને જન્મ આપ્યો છે જેને લઈને જિલ્લામાં અલગ અલગ વાતો થઇ રહી છે. દરેક વ્યક્તિ આ અનન્ય જન્મને પોતપોતાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યો છે. ઘટના સોમવાર રાતની જણાવવામાં આવી રહી છે. જોકે, બાળકી જન્મ્યાની થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામી હતી. અનોખા પ્રકારના શરીરવાળી નવજાત છોકરીને ચાર હાથ, પગ અને ચાર કાન હતા. આવા વિચિત્ર બાળકને જોઈને હોસ્પિટલના કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, બાળકીનું જન્મના 20 મિનિટ બાદ જ મૃત્યુ થયું હતું.

છપરા શહેરના શ્યામ ચક સ્થિત સંજીવની નર્સિંગ હોમમાં પ્રિયા દેવી નામની મહિલાએ એક વિચિત્ર બાળકીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં હાજર કર્મચારીઓ અને દર્દીઓને આ સમાચાર મળતા જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બાળકીને જોવા માટે હોસ્પિટલમાં ભીડ જામી હતી.

ડૉક્ટરે કહ્યું ‘ટ્વીન ડિસઓર્ડર’

આ અંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડો.અનિલ કુમારે જણાવ્યું કે આ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. આવું ત્યારે થાય છે જ્યારે ગર્ભાશયમાં એક ઇંડામાંથી બે બાળકો બને છે. આ પ્રક્રિયામાં, જો બંને સમયસર અલગ થઈ જાય, તો જોડિયા જન્મે છે. પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ શકતા નથી, તો તે સ્થિતિમાં આવા બાળકોનો જન્મ થાય છે. એટલું જ નહીં, તેમના જન્મ સમયે પણ ગર્ભવતી મહિલાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે બાળકીનો જન્મ ઓપરેશન દ્વારા થયો હતો, પરંતુ 20 મિનિટથી પણ ઓછા સમયમાં તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ સાવધાન ગુજરાત/ બિપરજોય 150ની ઝડપે લાવી રહ્યું છે ‘વિનાશ’, IMD એ આપી ચેતવણી

આ પણ વાંચોઃ બિપોરજોય/ બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા ભાજપનું સંગઠન તૈયાર: પાટિલ મેદાનમાં

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ 75000 લોકોનું રેસ્ક્યુ, અમિત શાહે બોલાવી બેઠક… બિપરજોય વિશે અત્યાર સુધીની 10 મોટી વાતો