IND VS WI/ ODI સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ મજબૂત ખેલાડી ભારત પરત ફર્યો

ભારતીય ટીમને વનડે શ્રેણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ખેલાડી ભારત પરત ફર્યો છે.

Top Stories Sports
Untitled 53 1 ODI સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ મજબૂત ખેલાડી ભારત પરત ફર્યો

ભારતીય ટીમ 27 જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વનડે રમશે, પરંતુ હવે ODI મેચના થોડા કલાકો પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ભારત પરત ફર્યો છે અને તે ODI શ્રેણીમાં ભાગ લેશે નહીં. તેનું કારણ સામે આવ્યું છે.

આ ખેલાડી ભારત પરત ફર્યો

Espncricinfo ના અહેવાલ મુજબ, રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે, KS ભરત અને નવદીપ સૈની બીજી ટેસ્ટ પછી ભારત પરત ફર્યા છે, કારણ કે આ ખેલાડીઓ ODI શ્રેણીમાં સામેલ નહોતા. આ ખેલાડીઓની સાથે મોહમ્મદ સિરાજ પણ ભારત પરત ફર્યો છે. તેના વર્કલોડને જોતા બીસીસીઆઈએ ઓડીઆઈ સીરીઝમાંથી આરામ આપ્યો છે, પરંતુ હજુ સુધી બીસીસીઆઈએ તેની વાપસી અંગે કોઈ માહિતી આપી નથી. તેમજ બદલીની જાહેરાત કરવામાં આવી નથી.

આ ખેલાડી શાનદાર ફોર્મમાં છે

મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને તેણે એકલા હાથે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે બોલિંગ આક્રમણમાં મહત્વની કડી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ રમ્યો હતો. આ સિવાય RCB તરફથી રમતા તેણે 14 મેચમાં 19 વિકેટ લીધી હતી. હવે સિરાજ ભારત માટે એશિયા કપમાં રમતા જોવા મળી શકે છે.

ભારતીય ટીમ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એશિયા કપમાં ભાગ લેવાની છે. આ પછી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ વન-ડે શ્રેણી રમવાની છે અને ત્યારબાદ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લેવાની છે.

આ પણ વાંચો:ભારતીય ફૂટબોલ ટીમને મળી મંજૂરી, હવે એશિયન ગેમ્સમાં લેશે ભાગ,અનુરાગ ઠાકુરે ટ્વિટ કરી આપી માહિતી

આ પણ વાંચો:એશિયા કપ પહેલા આ ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં આવું પરાક્રમ ક્યારેય થયું નથી

આ પણ વાંચો:વિરાટ કોહલી વિરાટ કદમથી એક જ ડગલું દૂર

આ પણ વાંચો:વર્ષ 1999, જ્યારે સરહદ પર સેના અને મેદાન પર ખેલાડીઓએ પાકિસ્તાનને હરાવ્યું