Gujarat Cyclone/ ગુજરાતમાં ત્રાટકશે મોટું વાવાઝોડું, ખેડૂતોની સ્થિતિ વણસશે

ગુજરાતના ખેડૂતોને કોઈ રીતે રાહત મળે તેમ લાગતું નથી. ગુજરાતમાં હવે એક મોટું વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ભારત સરકારના હવમાન વિભાગે ચેતવણી જારી કરી છે કે બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું સર્જાઈ રહ્યા છે.

Gujarat Gandhinagar
Beginners guide to 10 ગુજરાતમાં ત્રાટકશે મોટું વાવાઝોડું, ખેડૂતોની સ્થિતિ વણસશે

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને કોઈ રીતે રાહત મળે તેમ લાગતું નથી. ગુજરાતમાં હવે એક મોટું વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ભારત સરકારના હવમાન વિભાગે ચેતવણી જારી કરી છે કે બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું સર્જાઈ રહ્યા છે.

આ વાવાઝોડાના લીધે ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાત પ્રભાવિત થશે. વાવાઝોડાંની અસર 26મેથી 4 જુન દરમિયાન ગુજરાતમાં જોવા મળશે. તેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેમ છે. આમ માવઠાનો માર સહેતા ખેડૂતો પર હવે વાવાઝોડાંનો પ્રહાર પણ જોવા મળી શકે છે.

આ વાવાઝોડાંના પરિણામે પશ્ચિમ બંગાળમાં પ્રતિ કલાક 100થી 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના જાણીતા હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ હવામાન વિભાગ જેવી જ આગાહી કરી છે. તેમણે પણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી આપી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને તે મેના અંત કે જૂનના પ્રારંભમાં ગુજરાત પર ત્રાટકશે. આમ ગુજરાતમાં હજી એક વાવાઝોડાંની નુકસાનીનો સરવે પૂરો થયો નતી ત્યાં બીજાનો ભય તોળાવવા માંડ્યો છે.

દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. આંદામાન-નિકોબારમાં ચોમાસુ બેસી ગયુ છે. ગુજરાતમાં ચોમાસુ બેસતા પહેલા વાવાઝોડાની એન્ટ્રી થશે. 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની સંભાવના છે. જો ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 26 મેના રોજ બંગાળમાં ફૂંકાનારા ચક્રવાતની તટો પર ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. અરબસાગરમાં મેના અંતમાં અને જૂનના પ્રારંભમાં ચક્રવાતની અસર થશે. અરબસાગરમાં 8 જુન પછી ચક્રવાતના લીધે વીજકરંટની શક્તા છે. આંધીવંટોળ સાથે વરસાદની સંભાવના છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત

આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ

આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ