murder case/ સચિન ઉપાધ્યાયની હત્યા કેસમાં એક મોટું અપડેટ, લાશને 17 કલાક સુધી છુપાવી

આગરામાં બેંક મેનેજર સચિન ઉપાધ્યાયના મર્ડર કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. હત્યાના 12 દિવસ બાદ હવે ખુલાસો થયો છે કે આ હત્યા કેસની મુખ્ય આરોપી પ્રિયંકાએ તેના પતિ સચિનની હત્યા કરાવી હતી અને એટલું જ નહીં, તેણે તેના પતિના મૃતદેહનો નિકાલ કરવાનું કાવતરું પણ ઘડ્યું હતું.

India
A big update on Sachin Upadhyay's murder case, wife's horrifying plot, hides body for 17 hours

આગરામાં બેંક મેનેજર સચિન ઉપાધ્યાયની હત્યા કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. હત્યાના 12 દિવસ બાદ હવે ખુલાસો થયો છે કે આ હત્યા કેસની મુખ્ય આરોપી પ્રિયંકાએ તેના પતિ સચિનની હત્યા કરાવી હતી અને એટલું જ નહીં, તેણે તેના પતિના મૃતદેહનો નિકાલ કરવાનું કાવતરું પણ ઘડ્યું હતું. હત્યા બાદ જ્યારે પ્રિયંકાની નોકરાણી ઘરે આવી ત્યારે પ્રિયંકાએ તેને કઢી ભાત અને 16 રોટલી બનાવવા કહ્યું જેથી તે વ્યસ્ત રહી શકે. પોલીસનું અનુમાન છે કે પ્રિયંકાએ આવું એટલા માટે કર્યું હતું જેથી કોઈને શંકા ન થાય કે તે ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની છે.

જ્યારે નોકરાણી ઘરે આવી ત્યારે તેણે સચિનનો મૃતદેહ રૂમમાં જ છુપાવી દીધો હતો. પ્રિયંકાએ તે જ દિવસે બે વાર તેના પાડોશીનો મોબાઈલ ફોન માંગ્યો અને તેના પિતા સાથે વાત કરી. તેના પિતા બિજેન્દ્ર રાવત કલેક્ટર બાર એસોસિએશનના પ્રમુખ છે, જોકે પ્રિયંકા ફરાર છે અને હજુ સુધી પોલીસના હાથે ઝડપાઈ નથી.

બીજી તરફ સચિનના પરિવારનો આરોપ છે કે પોલીસની બેદરકારીના કારણે આરોપી પ્રિયંકા ભાગી ગઈ. તમને જણાવી દઈએ કે 12 ઓક્ટોબરે સાંજે લગભગ 5 વાગ્યે પોલીસને સચિનની આત્મહત્યાની માહિતી મળી હતી.

તપાસ અનુસાર, સચિનના શરીર પર ઈજાના અને દાઝવાના નિશાન હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મામલો હત્યાનો હોવાનું બહાર આવ્યું છે. તાજગંજની રામ રઘુ એક્સોટિકા કોલોનીમાં બેંક મેનેજર સચિન ઉપાધ્યાયની હત્યા કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બેંક મેનેજરના પિતાની ફરિયાદ પર પત્ની, તેના ભાઈ અને સસરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, સચિન ઉપાધ્યાયની 11 ઓક્ટોબરની રાત્રે હત્યા કરવામાં આવી હતી અને 12 ઓક્ટોબરની સાંજે 5 વાગ્યા સુધી તેમનો મૃતદેહ છુપાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને માહિતી મળી હતી.

સચિનના પરિવારજનોનો આરોપ છે કે જો આ વિસ્તારમાં સીસીટીવી લગાવ્યા ન હોત તો સચિનનો મૃતદેહ અત્યાર સુધીમાં ગુમ થઈ ગયો હોત. સચિનના પિતાના કહેવા પ્રમાણે, હત્યા બાદ પ્રિયંકાએ જે રૂમમાં લાશ છુપાવી હતી તેને તાળું મારી દીધું હતું. આટલું જ નહીં ક્રાઈમ સીન સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ પ્રિયંકાના ભાઈ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સચિનની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી, એટલું જ નહીં, હત્યા કરતા પહેલા તેને ગરમ પ્નેરેસથી ઈજા પહોચાડવામાં આવી હતી. જોકે, પોલીસ મુખ્ય આરોપી પત્ની પ્રિયંકાને શોધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 સચિન ઉપાધ્યાયની હત્યા કેસમાં એક મોટું અપડેટ, લાશને 17 કલાક સુધી છુપાવી


આ પણ વાંચો : દશેરાના દિવસે લગભગ 400 હિન્દુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, આ હતું મુખ્ય કારણ

આ પણ વાંચો : અમદાવાદ/ મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો

આ પણ વાંચો : Modi Cabinet Decisions/ ખેડૂતોના હિતમાં કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું છે….