લ્યો બોલો!/ જામનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી ચોરી થઇ દારૂની બોટલ, જાણો કોણે કરી આ ચોરી

જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસે મુદ્દામાલ રૂમમાં દારૂનો જથ્થો રાખ્યો હતો અને સમયાંતરે તંત્ર દ્વારા દારૂના જથ્થાને નાશ પણ કરવામાં આવતો હોય છે.

Gujarat Others
પોલીસ હેડક્વાર્ટર

ગુજરાતમાં દારૂ બંધી છે એટલે ગુજરાતમાં દારૂ પીવો એ ગુનો છે.પરંતુ ગુજરાતમાં નામનો જ દારૂબંધી છે અહીં કોઈ પણ પ્રકારનો દારૂ મળી રહે છે.ક્યાંક ચોરી છુપે તો ક્યાંક અધિકારીઓના રહેમ નીચે દારૂની હેરાફેરી થાય છે.રાજ્યમાં દારૂ વેચાણ અને પીવાં અટકાવવાની જવાબદારી પોલીસની છે.ત્યારે આવામાં જામનગર પોલીસ હેડક્વાર્ટર માંથી જ દારુની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.જામનગરમાં પોલીસે જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ચોરી થયાનું સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસે મુદ્દામાલ રૂમમાં દારૂનો જથ્થો રાખ્યો હતો અને સમયાંતરે તંત્ર દ્વારા દારૂના જથ્થાને નાશ પણ કરવામાં આવતો હોય છે.. પરંતુ હેડક્વાર્ટર ખાતે મુદ્દામાલ રૂમમાંથી અંગ્રેજી દારૂની 317 બોટલ અને 7 નંગ બિયરની ચોરી થઈ ગયાની ઘટના સામે આવી છે.

લોકોની સુરક્ષા કરતું પોલીસ તંત્રને તેના જ હેડ ક્વાર્ટર ખાતે રાખેલ દારૂના વિશાળ જથ્થાની ચોરી કરી કિશોરે પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેમ આ ઘટના બની છે. જો કે, આ ઘટના સામે આવતા શહેરભરમાં પોલીસની આબરુના ધજાગરા ઉડ્યા છે. આ ચર્ચાએ જોર પકડ્યું છે.

હાલ તો સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે… પરંતુ કેટલાક સવાલોની સાથે અહીં એક સવાલ એ પણ થાય કે શું પોલીસકર્મીઓની જ્યાં સતત અવર જવર હોય ત્યાંથી આટલો વિશાળ દારૂના જથ્થાની કેવી રીતે ચોરી થઈ ગઈ ? આવા કેટલાક સવાલો નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. જો કે પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ તપાસ બાદ શુ સામે આવે છે તે જોવું જ રહ્યું.

આ પણ વાંચો:પ્લાસ્ટિક બંધ : ‘હવે માત્ર કાપડ’નાં મંત્રને અપનાવી આત્મનિર્ભર બની રહી છે તળાજાની આ મહિલાઓ

આ પણ વાંચો:  કન્હૈયાલાલની જેમ સુરતના યુવરાજને ગળું કાપી નાખવાની ધમકી, માગી પોલીસ સુરક્ષા

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા