diwali/ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીમાં બ્રેક એટલે ‘પડતર’ દિવસ, કેમ આવે છે આ દિવસ જાણો

આસો મહિનાની અમાસે દિવાળીનો તહેવાર આવે છે. અને ત્યારપછીના દિવસે એકમ એટલે કૃતિકા નક્ષત્રના પ્રવેશ સાથે કારતક મહિનાની શરૂઆત થાય છે. પરંતુ આસો મહિનાની અમાસ અને કારતકની એકમ વચ્ચે તિથિ પૂર્ણ ના થતા પડતર દિવસ આવે છે.

Dharma & Bhakti
YouTube Thumbnail 94 2 દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીમાં બ્રેક એટલે ‘પડતર’ દિવસ, કેમ આવે છે આ દિવસ જાણો

દિવાળી તહેવારની ઉજવણી હિંદુ કેલેન્ડર વિક્રમ સંવત આધારિત થાય છે. વિક્રમ સંવત તિથિ આધારિત હોય છે. આ તિથિઓ ચંદ્ર ગણના આધારિત નક્કી કરવામાં આવે છે. અનેક વખત તિથિઓમાં વધ-ઘટ થતી હોય છે. જેના કારણે અધિકમાસ તેમજ પડતર દિવસ જેવી કુદરતી ઘટના બને છે. દિવાળી દિવસ પછીના દિવસે અને નૂતન વર્ષ એટલે કે ગુજરાતીઓનું બેસતું વર્ષ પહેલા પડતર દિવસ આવે છે.

હિંદુ પરંપરામાં વિક્રમ સંવતના કેલેન્ડરમાં ચંદ્રની ગતિ આધારિત ગણના કરવામાં આવે છે. ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશ કરે તે પરથી તિથિ નક્કી થાય છે. દરેક માસની કૃતિકા, પુષ્ય, પોષ, મઘા જેવા નક્ષત્રથી  શરૂઆત થાય છે.  જ્યારે ચંદ્ર પૃથ્વી પરિક્રમણ દરમ્યાન સાપેક્ષ પરિક્રમણ પૂર્ણ ના કરે ત્યારે તે કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરી શકતો નથી. એટલે કે ચંદ્રનો લોપ અથવા તો ચંદ્રએ વિશ્વાસઘાત કર્યો હોવાનું લોકવાયકા છે. આથી આ દિવસને પડતર દિવસ ગણાવતા બીજા મહિનાની શરૂઆત એકમથી ના થતા તેના પછીના દિવસે એકમ આવતા નવા મહિનાની શરૂઆત થાય છે.

આસો મહિનાની અમાસે દિવાળીનો તહેવાર આવે છે. અને ત્યારપછીના દિવસે એકમ એટલે કૃતિકા નક્ષત્રના પ્રવેશ સાથે કારતક મહિનાની શરૂઆત થાય છે. પરંતુ આસો મહિનાની અમાસ અને કારતકની એકમ વચ્ચે તિથિ પૂર્ણ ના થતા પડતર દિવસ આવે છે. કારતક મહિનાની એકમથી નવા વર્ષની શરૂઆત થાય છે. ગુજરાતીઓમાં આ દિવસની ‘નૂતન વર્ષ’ તરીકે ખાસ ઉજવણી કરવામાં આવે છે. આથી જ કહી શકાય કે દિવાળી તહેવાર અને નૂતન વર્ષની ઉજવણીમાં આવતો પડતર દિવસ બ્રેક લગાવે છે.

અન્ય તહેવારોની જેમ હવે લોકો પડતર દિવસની પણ શુભકામના આપવા લાગ્યા છે.

“કેટલું થાક્યું હશે વર્ષ આ આખું,
અંતે એણે પણ માંગ્યો વિસામો થોડો,”

“પડતર દિવસના અવસર પર
તમામ કર્મચારીઓના
પડતર પ્રશ્નોના આવે ઝડપી ઉકેલ”

“નવા વર્ષનો પડતર દિવસ
તમારા જીવનમાંથી દરેક નડતરને
દૂર કરે એવી અમારી પ્રાર્થના”

 


whatsapp ad White Font big size 2 4 દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીમાં બ્રેક એટલે ‘પડતર’ દિવસ, કેમ આવે છે આ દિવસ જાણો


આ પણ વાંચો : Accident/ અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ, સિંધુભવન રોડ પર રેસિંગના નશામાં સર્જ્યો અકસ્માત

આ પણ વાંચો : Diwali-Fire/ રાજ્યમાં ‘જ્વલનશીલ’ અને ‘દાહક’ બની દિવાળી

આ પણ વાંચો : Gujarat Cold/ અમદાવાદને ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કર્યુઃ પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડ્યો