Teenager student/ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..

અભ્યાસ કરવાની ઉંમરે બાળકો કેવી રીતે નશાના રવાડે ચઢી રહ્યા છે. આ ટીનેજર બાળકોએ કોઈને શંકા ના જાય માટે પોતાની સ્કૂલ બેગમાં નશીલો પદાર્થ એક વસ્તુમાં છુપાવ્યો હતો. બાળકોની સ્કુલ બેગ ચેક કરતા સમગ્ર બાબત સામે આવી.

Gujarat Surat
YouTube Thumbnail 28 વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું.....

સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. યુવાનો બાદ ટીનેજર બાળકો પણ નશાના રવાડે ચઢ્યા છે. સુરતના ટીનેજર બાળકોએ નશો કરવા નવો કિમીયો અપનાવ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે અભ્યાસ કરવાની ઉંમરે બાળકો કેવી રીતે નશાના રવાડે ચઢી રહ્યા છે. આ ટીનેજર બાળકોએ કોઈને શંકા ના જાય માટે પોતાની સ્કૂલ બેગમાં નશીલો પદાર્થ એક વસ્તુમાં છુપાવ્યો હતો. બાળકોની સ્કુલ બેગ તપાસ કરતા સમગ્ર બાબત સામે આવી.

સુરતમાં વિદ્યાર્થીઓના એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે બાળકોએ નવો કીમિયો અપનાવી સોલ્યુશન ટ્યુબથી નશો કરી રહ્યા છે. અનુમાન મુજબ આ બાળકો ધોરણ-3 કે ધોરણ-5માં ભણતા હોઈ શકે. તેમના કંપાસમાંથી સોલ્યુશનની ટ્યુબ મળી આવી. તેઓ પ્લાસ્ટિકની બેગમાં સોલ્યુશન નાખી નશો કરતા હતા. સોલ્યુશન ટ્યુબના સેવનથી દારૂ કરતા વધુ નશો ચડે છે.

તરુણવયના બાળકો અભ્યાસના બદલે નશો કરી રહ્યા છે. વિધાર્થીઓએ નશો કરવાની ખતરનાક રીત શોધી કાઢતા સવાલ થાય કે તેઓ આ પ્રકારે કેટલા સમયથી નશો કરતા હશે. બાળકો ટાયર પંચરના સોલ્યુશનની ટ્યુબથી નશો કરી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે તે બાળકો માંડ 12 કે 13 વર્ષના હશે. આટલી નાની ઉંમરથી નશાની લત લાગવી એ બાળક તેમજ પરિવાર માટે બહુ ચિંતાજનક છે. યુવાનો ડ્રગ્સ અને દારૂના નશાના રવાડે છે ત્યારે સુરતના આ તરુણ બાળકોનો નશો કરવાનું સામે આવતા વાલીઓની ચિંતા વધી છે.


whatsapp ad White Font big size 2 4 વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું.....


આ પણ વાંચો : Rajkot/ ગૃહિણીઓની દિવાળી બગડી! કપાસિયા તેલના ભાવમાં એક જ દિવસમાં તોતિંગ વધારો

આ પણ વાંચો : Earthquake/ નેપાળના “ગંભીર” ભૂકંપના પીડિતો માટે વડા પ્રધાનનું હૃદય “કમળ” બન્યું, ઘાયલોને તેમની સાથે હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ ગયા

આ પણ વાંચો : ખેડૂત પાસેથી પહેલા 3.66 કરોડ વસૂલ્યા પછી ફરી 4.1 કરોડની ઉઘરાણી કરી!