ગેમની લત/ Free Fire અને PUBG ગેમના રવાડે ચઢેલા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો

ટીમ થકી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વલન્સથી તથા સાહેદોની પુછપરછથી માહિતી મેળવી આરોપી આ સગીર બાળાને હાવડા સુપરફાસ્ટ ટ્રેન મારફતે વેસ્ટ…

Top Stories Gujarat
Addiction of Games

Addiction of Games: માતા પિતા અને ટીનેજર્સ માટે ચેતવણી રૂપ કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. ફ્રી ફાયર ગેમના માધ્યમથી પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવેલી ધોરણ 10 ની છાત્રાને યુવાને અપહરણ કરી લઈ ગયો હતો. જોકે અંકલેશ્વર ગડખોલની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીને પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પી.આઈ. આર.એચ.વાળા તથા એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ દ્વારા ગુમસુદા બાળકોને શોધી કાઢવા ટીમની રચના કરાઈ છે. અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં નારાયણનગર ખાતેથી ગત 16 સપ્ટેમ્બરે સગીરવયની બાળાને લગ્નની લાલચ આપી યુવાન ભગાડી ગયો હતો.

ટીમ થકી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વલન્સથી તથા સાહેદોની પુછપરછથી માહિતી મેળવી આરોપી આ સગીર બાળાને હાવડા સુપરફાસ્ટ ટ્રેન મારફતે વેસ્ટ બંગાલ લઇ જઇ રહ્યા હોવાની જાણ થઈ હતી. જેની જાણ RPF પોલીસને કરેલ અને ભોગ બનનારના ફોટા શેર કરેલ જેથી RPF પોલીસ દ્રારા ખડકપુર ખાતેથી હાવડા સુપરફાસ્ટ ટ્રેનમાંથી ભોગ બનનાર સગીર બાળા તથા આરોપીને રનિંગ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે આરોપી અસદુલ ગાજી અને સગીર બાળાને લઈ આવી સગીરાને તેના વાલીને સોપાઈ હતી. જ્યારે યુવાનની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફ્રી ફાયર ગેમના માધ્યમથી કિશોરી વેસ્ટ બંગાળના યુવાનના સંપર્કમાં આવી હતી. જેને આ યુવાને લગ્નની લાલચ આપી ભગાડી પશ્ચિમ બંગાળ લઈ જતો હતો. ત્યારે જ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સની મદદથી ઝડપી પાડી સગીરાને પરિવારને સોંપી બચાવી લીધી છે.

આ પણ વાંચો: World/ કેનેડામાં ભારતીયો વિરુદ્ધ વધતા ગુનાઓને લઈને વિદેશ મંત્રાલયે જારી કરી એડવાઈઝરી