Record Breaking Kohli/ શ્રીલંકા સામેની મેચમાં કોહલીને અનેક રેકોર્ડ તોડવાની તક

કોહલીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચાર સદી અને પાંચ અડધી સદીની મદદથી 64.40ની સરેરાશે 966 રન કર્યા છે. તેથી જ આજે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે મેચ છે ત્યારે કોહલીને અનેક રેકોર્ડ તોડવાની તક છે.

Sports
Record Breaking kohli શ્રીલંકા સામેની મેચમાં કોહલીને અનેક રેકોર્ડ તોડવાની તક

નવી દિલ્હીઃ હાલમાં ચાલતા વર્લ્ડ કપમાં કિંગ કોહલી જબરજસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. જો કે કોહલી ફક્ત વર્લ્ડ કપમાં જ નહી ચાલુ વર્ષે પણ જબરજસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. કોહલીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચાર સદી અને પાંચ અડધી સદીની મદદથી 64.40ની સરેરાશે 966 રન કર્યા છે. તેથી જ આજે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે મેચ છે ત્યારે કોહલીને અનેક રેકોર્ડ તોડવાની તક છે. કોહલી અને સચીન તેંડુલકર બંનેએ એક જ કેલેન્ડર વર્ષમાં હજાર કે તેથી વધુ રનની સિદ્ધિ સાત-સાત વખત મેળવી છે. તેથી આજે વધુ 34 રન કરવા સાથે કોહલી સચીનનો એક જ કેલેન્ડર વર્ષમાં આઠમી વખત હજાર કે તેથી વધુ રન કરવાનો રેકોર્ડ તોડી શકે છે.

આ ઉપરાંત વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં જીતેલી મેચોમાં 1307 રન બનાવ્યા ચે. તેથી જો તે શ્રીલંકા સામેની મેચમાં વધુ 35 રન બનાવી અને ભારતની ટીમ મેચ જીતે તો તે રિકી પોન્ટિંગને પણ પાછળ છોડી દેશે. આમ વર્લ્ડ કપમાં જીતમાં સૌથી વધુ રન બનાવનારાની યાદીમાં કોહલી જા સ્થાને પહોંચી જશે. વર્લ્ડ કપમાં જીતમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચીન તેંડુલકરના નામે છે. તેણે 1,516 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીના નામે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ સદી છે. તેથી જો તે શ્રીલંકા સામેની મેચમાં સદી ફટકારશે તો તે શિખર ધવન અને વિવિયન રિચાર્ડ્સને પણ પાછળ છોડી દેશે. કોહલી અને રોહિત વન-ડે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં હાફ સેન્ચુરી કરતાં વધારે સ્કોર 12 વખત કરી ચૂક્યા છે. તેથી જો કોહલી આ મેચમાં હાફ સેન્ચુરી ફટકારશે તો તે કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દેશે. કોહલીએ વર્તમાન વર્લ્ડ કપમાં 88.50ની સરેરાશે 354 રન બનાવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 શ્રીલંકા સામેની મેચમાં કોહલીને અનેક રેકોર્ડ તોડવાની તક


આ પણ વાંચોઃ Delhi/ આજે CM કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, નોટિસ પર આપ્યો જવાબ

આ પણ વાંચોઃ સુરત/ 1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચોઃ Ahmedabad/ અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી