Cricket/ પાકિસ્તાનનાં ઝડપી બોલર મોહમ્મદ આમિરે અબુ ધાબી T10 લીગમાંથી પરત ખેંચ્યુ નામ

મોહમ્મદ આમિરે ગુરુવારે ટ્વિટર પર લખ્યું, “હાય બધા માત્ર એટલું કહેવા માંગે છે કે હું આ વર્ષે T10 લીગ નથી રમી રહ્યો કારણ કે હું કોવિડથી પ્રભાવિત થયો હતો પરંતુ હવે હું ઠીક છું.

Top Stories Sports
મોહમ્મદ આમિર

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે 19 નવેમ્બરથી શરૂ થતી અબુ ધાબી T10 લીગમાંથી પોતાનુ નામ પરત ખેચી લીધુ છે. ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આની પુષ્ટિ કરતા, તેણે કહ્યું કે, તે કોવિડ-19 થી પ્રભાવિત છે.

મોહમ્મદ આમિર

આ પણ વાંચો – India vs Newzealand / આ ખેલાડી બે દેશો તરફથી T20 રમતી વખતે ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

મોહમ્મદ આમિરે ગુરુવારે ટ્વિટર પર લખ્યું, “હાય બધા માત્ર એટલું કહેવા માંગે છે કે હું આ વર્ષે T10 લીગ નથી રમી રહ્યો કારણ કે હું કોવિડથી પ્રભાવિત થયો હતો પરંતુ હવે હું ઠીક છું. અલહમદુલિલ્લાહ, ઝડપથી સાજા થાઓ એવી શુભેચ્છાઓ લોકોની પ્રાર્થનાની જરૂર છે.” આપને જણાવી દઈએ કે, T10 લીગની પાંચમી વર્જન અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. રમતનું સૌથી ટૂંકું ફોર્મેટ અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંજૂર કરાયેલ વિશ્વની એકમાત્ર T10 ટૂર્નામેન્ટ છે.

મોહમ્મદ આમિર

આ પણ વાંચો – India vs Newzealand / ચહરે આપ્યો ગુપ્ટિલને વળતો જવાબ, આપ્યો એવો Look કે મળ્યો અનોખો એવોર્ડ

મોહમ્મદ આમિર તાજેતરનાં T20 વર્લ્ડકપ દરમિયાન હરભજન સિંહને લઈને ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બન્ને ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પર પાકિસ્તાનની જીત બાદ તેની શરૂઆત મોહમ્મદ આમિરની તરફથી થઈ હતી. જે બાદ ભારતનાં દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહે પણ પલટ વાર કરવાનું શરૂ કરી લીધુ હતુ.