Not Set/ વિરાટને વારંવાર અપીલ કરવું ભારે પડ્યું, રેફરીએ ફટકારી દીધો દંડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે.છેલ્લી ઓવરો સુધી રોચક બનેલી આ મેચમાં વિરાટ કોહલીને આ મેચની ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટને ચાલુ મેચે અવારનવાર અપીલ કરવા બદલ મેચની ફી ના 25 ટકા ફાઇન લેવામાં આવ્યો છે. આઈસીસીના સ્ટેટમેન્ટ પ્રમાણે વિરાટ કોહલીએ આઈસીસીના કોડ ઓફ કન્ડટના […]

Top Stories Sports
qa 3 વિરાટને વારંવાર અપીલ કરવું ભારે પડ્યું, રેફરીએ ફટકારી દીધો દંડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે.છેલ્લી ઓવરો સુધી રોચક બનેલી આ મેચમાં વિરાટ કોહલીને આ મેચની ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વિરાટને ચાલુ મેચે અવારનવાર અપીલ કરવા બદલ મેચની ફી ના 25 ટકા ફાઇન લેવામાં આવ્યો છે.

આઈસીસીના સ્ટેટમેન્ટ પ્રમાણે વિરાટ કોહલીએ આઈસીસીના કોડ ઓફ કન્ડટના આર્ટિકલ 2.1 પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો છે.આ પ્રમાણે વિરાટ કોહલીએ મેચ દરમ્યાન અનેક અપીલો કરી હતી.

ભારત અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનના પ્લેયર રહેમત શાહના પેડ પર જસપ્રીત બુમરાહનો બોલ વાગતા વિરાટ કોહલીએ અનેક અપીલો કરી હતી.જો કે અમ્પાયરે નોટ આઉટ આપતા વિરાટ ગુસ્સે થયો હતો અને મેદાન પર ગાળાગાળી કરતો જોવા મળ્યો હતો.

મેચ રેફરી ક્રિસ બ્રોડ તુરત વિરાટને મેચની ફીના 25 ટકા દંડ ફટકારી દીધો હતો.વિરાટ કોહલીએ પણ પોતાની ભૂલ કબૂલ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.