ગાંધીધામના રેલવે પોલીસ સ્ટેશન હદમાંથી 2 વર્ષીય બાળકના અપહરણ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપીનું સંતાન ન હોવાથી અપહરણ કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.સાથે અન્ય આરોપીએ મદદ કરવા માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
પોલીસ સંકજામાં આવેલ બંને આરોપીઓને રેલ્વે પોલીસે ભારે જહેમત બાદ આંધ્રપ્રદેશથી પકડી લાવી છે..બંને આરોપીઓ એમપી ના એક દંપતિના 2 વર્ષીય બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.આરોપીઓ સાથેની પૂછતાછમાં સામે આવ્યું છે કે આરોપી સુબ્રમણિયમ છેલ્લા 10-12 વર્ષથી ગાંધીધામમાં રહે છે. અને જુદા જુદા કામ કરે છે. ફરિયાદી પણ રેલ્વે ટ્રેકની મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બાળકને 12 માર્ચની રાતે અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જેમાં 2 ઈસમો બાળકને બાઈક પર લઈ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે એક મોબાઈલ પણ ચોરી થયેલ અને તેની તપાસ કરતા આરોપી મહોમદ સદામ દ્વારા ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે મહોમદ ને પકડી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે બાળકને સુબ્રમણિયમ લઈ ને જતો રહયો છે.અને પોલીસે આંધ્રપ્રદેશ જઈ બાળકને બચાવી લાવી છે. આ અંગે તપાસમાં સામે આવ્યું કે સુબ્રમણિયમ ને બાળક નહતો જેથી તેને આ અપહરણ કર્યું હતું અને જેમાં મહોમદ એ બાળક વિશે માહિતી આપી હતી અને જેમાં તેને ૧ લાખ લેવાની વાત કરી હતી.
નોંધનીય છે કે, હાલ તો સુબ્રમણિયમ સામે કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તેવું પોલીસના સામે આવ્યું નથી. પરંતુ મહોમદ સામે કોઈ ગુનો છે. કે કેમ અને આ પહેલા પણ તેને આવું કર્યું છેકે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે સુબ્રમણિયમ અને અન્ય આરોપીઓ કોઈ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ સાથે સંડોવાયેલા છેકે કેમ તે તમામ દિશાઓ માં તપાસ કરવામાં આવી રહી છે.