રાજકોટ/ જસદણ બાયપાસને લઈ રાહદારીઓમાં ભયનો માહોલ, વારંવાર બનતા અકસ્માતથી…

જસદણના બાયપાસ આવેલ રોડ ઉપર નું સર્કલ લોકો અને રાહદારી માટે સમસ્યા બન્યું છે વારંવારની અકસ્માતની સમસ્યાને લઈને લોકોમાં માંગ ઉઠી છે કે સર્કલ્ નાનું કરે અથવા હટાવવામાં આવે પરંતુ તંત્ર દ્વારા આજ સુધી માત્ર વાતો જ થઈ છે.

Gujarat Rajkot
રાજકોટ

રાજકોટ જિલ્લામાં જસદણના બાયપાસ ખાતે આવેલા સર્કલના લીધે અવાર નવાર અકસ્માતની ઘટના બને છે. જેને લઇને રાહદારોઓમાં અકસ્માતનો ભય ફેલાય ગયો છે. જેથી સ્થાનિક લોકો દ્વારા આનો વિરોધ કરીને આ સર્કલને નાનું કરવામાં આવે તેવી તંત્રને માંગ કરી હતી. જે નાનું નહિ કરવામાં આવે તો અકસ્માતનો શીલશીલો ચાલતો જ રહેશે.

રાજકોટ જિલ્લાના જસદણના રાજકોટ – અમદાવાદ બાયપાસ રોડ ઉપર આવેલ એક સર્કલ લોકો માટે સમસ્યા બની છે, સામાન્ય રીતે સર્કલની જે પહોળાઈ હોવી જોઈ એ તેના કરતાં આ સર્કલ ની પહોળાઈ ખુબજ મોટી છે જેને લઈને આ રોડ ઉપર થી પસાર થતાં વાહનો માટે મોટી સમસ્યા ઊભી થઈ છે અને વારંવાર અહી અકસ્માત સર્જાતાં રહે છે જેને લઈને લોકોના જાનહાનિ થવા સાથે સાથે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઈ રહ્યા છે અહી દરેક ત્રીજા દિવસે અહી અકસ્માત એ સામાન્ય બાબત બની ચૂકી છે હાઇવે ઉપરનું આ સર્કલ જાણેકે અકસ્માત સર્જવા માટે જ બન્યું હોય તેવી પરિસ્થતિ છે લોકો દ્વારા આ સર્કલ અને સમસ્યાને લઈને અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને લાંબા સમયથી લોકો આ સમસ્યા ને લઈને પરેસાન થઈ રહ્યા છે.

જસદણના  બાયપાસ ઉપરના આ સર્કલને લઈને લોકોની માંગ છે કે સર્કલ તેની પહોળી કરતાં વધાર મોટું છે જે યોગ્ય પહોળાઈ નું કરીને નાનું કરવામાં આવે અથવા હટાવવામાં આવે તે જરૂરી છે તો લોકોની સમસ્યા કાયમ માટે નિવારણ થઈ શકે.

રાજકોટના માર્ગ અને મકાન વિભાગને પણ જસદણની આ સમસ્યાને સારી રીતે જાણે છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે નગરપાલિકાને જાણ કરી ચૂક્યા છે અને સરકાર દ્વારા પણ આ સમસ્યાના નિવારણ માટે આવતા 30 દિવસમાં કામગિરિ પૂર્ણ કરી દેવામાં આવશે તેવું માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતું.

લોકોની સુવિધાને ધ્યાને લઈને સરકાર અને તંત્ર કામગીરી કરે તે જરૂરી છે. સાથે ઈજનેરી બંધકામોમાં ભવિષ્યને નજરમાં રાખીને કામ થાયતો લોકોની સુવિધા વધવા સાથે સાથે ખર્ચ પણ ઘટી શકે છે.અને અકસ્માત થતા અટકી શકે.

આ પણ વાંચો:કાગળનો ભાવ 1 હજારને પાર થતાં પતંગ-દોરીના ભાવમાં 15થી20 ટકાનો વધારો

આ પણ વાંચો:જીવનથી હતાશ થઇ ગયેલા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનતો સો ટકા ડિસએબીલીટી ધરાવતો પાલનપુરનો પાર્થ ટોરોનીલ

આ પણ વાંચો:ઉત્તરાયણને લઈ સુરત પોલીસ એક્શનમાં,ચાઈનીઝ દોરી વેચતા ઈસમો સામે કાર્યવાહી