સુરત/ પોલીસની સરાહનીય કામગીરી, ગુમ થયેલ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યું

સુરતમાં પોલીસની સરાહનીય કામગીરીની શહેરભરમાં ચર્ચા થઈ રહી છે. શહેરની સી ટીમે ગુમ થયેલ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યું.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 2024 07 02T120802.350 પોલીસની સરાહનીય કામગીરી, ગુમ થયેલ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યું

Surat News: સુરતમાં પોલીસની સરાહનીય કામગીરીની શહેરભરમાં ચર્ચા થઈ રહી છે. શહેરની સી ટીમે ગુમ થયેલ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યું. બાળક ગુમ થતાં જ પરિવાર ચિંતિત બન્યો હતો. અને તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે પણ તુરંત કાર્યવાહી કરતાં ગુમ થયેલ બાળકની કલાકોમાં જ ભાળ મેળવી. પોલીસને સી ટીમની કામગીરીને પ્રશંસા થઈ રહી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના અડાજણ વિસ્તારમાં બાળક રમતાં રમતાં અચાનક ગુમ થઈ ગયું હતું. બાળક લાંબા સમય સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતિત બન્યા. પ્રાથમિક ધોરણે બાળકના માતપિતાએ આસપાસની જગ્યાઓ પર બાળકની શોધ કરી. છતાં પણ સંભવિત સ્થળે બાળકની ક્યાંય ભાળ ના મળતા માતાપિતા વધુ ચિંતિત થયા. માતાપિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મામલો ગંભીરતાથી લઈ તાત્કાલિક બાળકની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની તાત્કાલિક કાર્યવાહીને પગલે બાળકને શોધવામાં સફળતા મળી. અને ગણતરીના સમયમાં જ બાળક મળી આવ્યો. પોલીસને શોધખોળ દરમ્યાન બાળક અડાજણના પ્રાઈમ આર્કેટ પાસે મળ્યો. બાળક મળી આવતા પરિવારમાં હર્ષના આશું સરી પડ્યા હતા. પરિવારે અડાજણ પોલીસની સી ટીમની કામગીરીની પ્રશંસા કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત