અમદાવાદ/ ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

નરોડાના એક યુવકે પોરબંદરની ડોક્ટર યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીનો આરોપ છે કે તે રશિયામાં અભ્યાસ કરતી હતી.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 09T123827.074 ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ...

Ahmedabad News: નરોડાના એક યુવકે પોરબંદરની ડોક્ટર યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીનો આરોપ છે કે તે રશિયામાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મુલાકાત નરોડાના એક યુવક સાથે થઈ હતી. જ્યારે યુવતી રશિયાની એક હોસ્ટેલમાં એકલી હતી ત્યારે તેણે તેની સાથે બળાત્કાર કર્યો અને વીડિયો બનાવ્યો. થોડા મહિના પછી બંને ભારત પાછા ફર્યા.

યુવકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો. જે બાદ આ શખ્સે મહિલાને પોરબંદરથી અમદાવાદ બોલાવી કારમાં ચિલોડા રીંગ રોડ પર ખાલી જગ્યા પર લઈ જઈ કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 પોરબંદરમાં રહેતી 23 વર્ષીય યુવતીએ છ વર્ષ પહેલા રશિયાથી MBBSનો અભ્યાસ કરીને ભારત પરત ફરેલા નરોડાના રહેવાસી મિતેન પટેલ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની સાથે નરોડાનો એક યુવક પણ ભણતો હતો. 2017માં યુવક પણ યુવતી સાથે હોસ્ટેલમાં રહેતો હતો, આથી બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને ફોન પર વાત કરતા હતા.

 2018માં જ્યારે યુવતી હોસ્ટેલમાં એકલી હતી ત્યારે યુવક તેના રૂમમાં ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ વિરોધ કર્યો તો યુવકે માફી માંગી અને કહ્યું કે મારાથી ભૂલ થઈ છે અને હું તારી સાથે લગ્ન કરીશ. જોકે, થોડા દિવસો બાદ યુવકે યુવતીને તેના મોબાઈલમાં વીડિયો બતાવ્યો હતો. એટલું જ નહીં, તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે બળાત્કાર ચાલુ રાખ્યો હતો. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ...


આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ

આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે

આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી