Gujarat Crime News/ જામનગરની સૈનિક શાળામાં લંપટ લીલા,બેન્ડ માસ્તરે શારીરિક અડપલા કરતા નોંધાઈ ફરિયાદ

જામનગરની સૈનિક શાળામાં બેન્ડ માસ્તરનું કારસ્તાન આવ્યું સામે. શાળાના પ્રિન્સીપાલે જ કરી ફરિયાદ.

Top Stories Gujarat Uncategorized
Beginners guide to 2024 05 14T163630.739 જામનગરની સૈનિક શાળામાં લંપટ લીલા,બેન્ડ માસ્તરે શારીરિક અડપલા કરતા નોંધાઈ ફરિયાદ

દેશભરમાં જામનગરની સૈનિક શાળા પ્રચલિત છે. મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકને આ શાળામાં પ્રવેશ અપાવવાનું સપનું ધરાવે છે. જામનગરની બાલાચડી સૈનિક શાળામાં ચોંકવાનારી માહિતી સામે આવી છે. આ શાળામાં માસ્તરના કારસ્તાનની માહિતી સામે આવતા શિક્ષણજગત શર્મશાર થયું છે. બાલાચડી શાળામાં બેન્ડ માસ્તર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ બે બાળકોને ધમકાવી શારીરિક અડપલા કરી પોતાની સાથે બાળકોના હાથ વડે અડપલા કરાવ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્કુલ પ્રિન્સીપાલ દ્વારા જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બેન્ડ માસ્તરનું અધમ કૃત્ય

બાલાચડી સૈનિક શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સૈન્યમાં સૈનિક અને ઓફિસર તરીકેની કામગીરી શિક્ષા પ્રાપ્ત કરતા હોય છે. દેશ માટે પોતાનું બલિદન આપનાર સૈનિકો આ શાળામાંથી જ શિક્ષણ મેળવતા હોય છે. ત્યારે આ શાળા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ છે શાળામાં ફરજ બજાવતા બેન્ડ માસ્તર પવનકુમાર જગદીશકુમાર ડાંગી રહે.જોધપુર રાજસ્થાન વાળા, બેન્ડ માસ્તર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે શાળાના પ્રિન્સીપાલ શ્રેયશ નિતિનભાઇ મેહતાએ જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સૈનિક શાળાના પ્રિન્સિપાલે કરી પોલીસ ફરીયાદ

પ્રિન્સીપાલે કરેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રાત્રીના નવ વાગ્યાથી તા.૧૨/૦૫/૨૦૨૪ ના વહેલી સવારના છ વાગ્યા દરમ્યાન બેન્ડ માસ્તર પવનકુમાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બેન્ડ માસ્તર દ્વારા આશરે બાર વર્ષની ઉમર ધરાવતા બંને વિદ્યાર્થીઓના ગુપ્ત(શિશ્ન)ના ભાગે હાથ ફેરવી તથા બંન્ને ભોગ બનનારના હાથ આરોપી બેન્ડ માસ્તરએ પોતાના ગુપ્ત(શિશ્ન)ના ભાગે ફેરવાવી શારીરીક અડપલા કર્યા હતા. બેન્ડ માસ્તરે બાળકો સાથે આવું ખરાબ કૃત્ય કરાવ્યા બાદ તેમને કોઈને જાણ ના કરવાની ધમકી આપી હતી.

બાળકો માસ્તરના ત્રાસથી કંટાળ્યા

આખરે બંને બાળકો બેન્ડ માસ્તરના શારીરિક ત્રાસથી કંટાળી આખરે પોતાના વાલીઓ અને શાળાના સ્ટાફને વાત કરી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ શાળાના આચાર્યએ તાત્કાલિક પગલા લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી બેન્ડ માસ્તર સામે આઈપીસી કલમ-૫૦૪, ૫૦૬ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનીયમ ૨૦૧૨ ની કલમ-૮ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બનાવને લઈને સૈનિક શાળા જીલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક, ગંગોત્રીમાં સુરક્ષાને લઈને તીર્થયાત્રીઓને રસ્તામાં રોક્યા

આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ