સુરત/ દારૂના નશામાં એક યુવક રેલ્વેના ટ્રેક પર સુઈ ગયો, પછી જે થયું..

આ ઘટના સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક પર બની હતી, જ્યાં મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી યુવક દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો….

Gujarat Surat
દારૂના નશામાં

ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાંથી એક અરેરાટી વ્યાપી જાય એવી એક ઘટના સામે આવી છે, જ્યાં દારૂના નશામાં ધૂત એક યુવક સાથે જે થયું છે તે જાણીને તમે પણ વિચારી નહી શકો. કારણ કે નશામાં ધુત બનેલો જયારે હોશમાં આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે, મારા બંને પગ કપાઈ ગયા છે અને આખી દુનિયા લુંટાઈ ગઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં ઘરકંકાસથી કંટાળી માતાએ સંતાનો સાથે કર્યો આપઘાત

હકીકતમાં આ ઘટના સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક પર બની હતી, જ્યાં મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી યુવક દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો અને આ અરસામાં ત્યાંથી પસાર થયેલી ટ્રેનના કારણે તેના બંને પગ કપાઈ ગયા હતા અને આ સ્થિતિમાં કપાયેલા પગથી જીવ બચાવવા તે 9 કલાક સુધી ખાડામાં મોત સામે ઝઝૂમ્યો હતો અને આખરે તેને સારવાર મળી હતી.

આ પણ વાંચો :ગાંધીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ હોટલકર્મીની કરી હત્યા

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૂળ કાનપુરનો ગોલુ નામનો યુવક સુરતની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરે છે. તેને દારૂ પીવાની આદત હતી. જેથી તે દારૂ પીને દારૂના નશામાં અમરોલી-સાયણ રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો અને દારૂના નશામાં તે રેલવે ટ્રેક પર જ સૂઈ ગયો હતો. જ્યાં ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેનથી તેના બંને પગ કપાઈ ગયા હતા. ટ્રેક પર કપાયેલા પગ છોડી જીવ બચાવવા ગોલું બે ટ્રેક વચ્ચેના ખાડામાં 9 કલાક સુધી ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યો હતો. રઝળતી હાલતમાં તે ખાડામાં રહેવા મજબુર બન્યો હતો.

જો કે આ સ્થિતિમાં અંદાજે 9 કલાક ઝઝૂમ્યા બાદ ત્યાના લોકોની નજર પડતા તેને સારવાર માટે ખસેડાયો હતો અને જ્યાં તેના બંને પગ ગંભીર રીતે કચડાઈ ગયા હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :સંબંધીની અંતિમક્રિયામાંથી ઘરે જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

આ પણ વાંચો :રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં દોઢ વર્ષનાં માસુમ બાળકને રઝળતો મુકાયો