Fact Check/ ફેક ન્યુઝ રોકવા લાવવામાં આવ્યું હતું ફેક્ટ ચેક યુનિટ

કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને પડકારતી સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 2023ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ રૂલ્સ હેઠળ ફેક્ટ ચેક યુનિટ (FCU) બનાવવાની કેન્દ્ર સરકારની સૂચના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

Top Stories India Breaking News
YouTube Thumbnail 1 2 ફેક ન્યુઝ રોકવા લાવવામાં આવ્યું હતું ફેક્ટ ચેક યુનિટ

New Delhi News: વર્તમાન સોશિયલ મીડિયાના યુગમાં માહિતીનો યુગ શરૂ થયો છે. ટેક્નોલોજીનાં આ સમયે હવે લોકો સુધી આંખનાં પલકારાની ગતિએ લોકો સુધી માહિતી પહોંચતી થઇ છે. પરંતુ તેમાંથી ઘણીખરી માહિતી સત્યથી વેગળી અથવા તો અર્ધ સત્ય હોય છે. જેને લઇ કેન્દ્ર સરકાર દ્વારા 2023 માહિતી ટેકનોલોજી સંપાદન નિયમો હેઠળ ફેક્ટ ચેક યુનિટ (સુપ્રીમ કોર્ટ ઓન ફેક્ટ ચેક યુનિટ)ની રચના કરાઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારનાં જાહેરનામા બાદ તેની પર રોક લગાવવાની માંગ ઉઠવા પામી હતી.

વધતા જતાં ફેક ન્યુઝનાં મારાને અંકુશમાં લેવા કેન્દ્રએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હેઠળ ફેક્ટ-ચેકિંગ યુનિટને સૂચના આપી હતી. પરંતુ આ સૂચનાના એક દિવસ પછી, સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિફિકેશન પર રોક લગાવી દેવામાં આવી છે. 20 માર્ચનાં હાઇકોર્ટના સ્ટે નહિ લગાવવાનાં લાદવાના નિર્ણયને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે નવા આઇટી નિયમોને પડકારતી અરજીઓની બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે, જેમાં વાણીની સ્વતંત્રતાનો મુદ્દો મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે અમે આ કેસની યોગ્યતા પર કંઈ કહેવા માંગતા નથી, હાઈકોર્ટે તેના પર નિર્ણય કરવાનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્યાં સુધી નિયમો હોલ્ડ પર રહેશે. આ નિર્ણય CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આપ્યો છે.

નોટિફિકેશન પર પ્રતિબંધ મૂકવાની કરવામાં આવી હતી માગણી

કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને પડકારતી સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 2023ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ રૂલ્સ હેઠળ ફેક્ટ ચેક યુનિટ (FCU) બનાવવાની કેન્દ્ર સરકારની સૂચના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

આઈટી એમેન્ડમેન્ટ રૂલ્સ 2023 હેઠળ કેન્દ્ર સરકારનું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય એક તપાસ સંસ્થા બનાવી શકે છે, જેની પાસે કોઈપણ પ્રવૃત્તિના સંબંધમાં ખોટા કે નકલી ઓનલાઈન સમાચારોને ઓળખવા અને તેને ટેગ કરવાની સત્તા હશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે FCU સોશિયલ મીડિયા કંપનીઓને કેન્દ્ર સરકાર વિશેની ઑનલાઇન સામગ્રીની સેન્સરશિપ લાગુ કરવા દબાણ કરશે. બોમ્બે હાઈકોર્ટે 11 માર્ચે આ અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ હવે અરજદારોએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે અમારું માનવું છે કે પ્રથમ નજરે આ નિયમોના અમલીકરણ પર પ્રતિબંધ મૂકવાનો મામલો છે.

ફેક ન્યુઝ રોકવા કેન્દ્રએ બનાવ્યું હતું ફેક્ટ ચેક યુનિટ

કેન્દ્ર સરકારે ઈન્ટરનેટ મીડિયા પર ફેક કન્ટેન્ટને ઓળખવા માટે ફેક્ટ ચેકિંગ યુનિટ (FCU)ની સ્થાપના કરી હતી. IT નિયમોમાં થયેલા સુધારા મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કેન્દ્ર સરકાર સાથે સંબંધિત કોઈપણ માહિતીને દૂર કરવી પડશે જે FCUને નકલી જણાય છે, અન્યથા તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. જણાવી દઈએ કે ફેક્ટ-ચેકિંગ યુનિટને કેન્દ્ર દ્વારા 2021ના આઈટી નિયમો હેઠળ સૂચિત કરવામાં આવ્યું હતું.

નોટિફિકેશન પર પ્રતિબંધ મૂકવાની માગણી SC સમક્ષ કરવામાં આવી હતી

કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને પડકારતી સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 2023ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ રૂલ્સ હેઠળ ફેક્ટ ચેક યુનિટ (FCU) બનાવવાની કેન્દ્ર સરકારની સૂચના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

આઈટી એમેન્ડમેન્ટ રૂલ્સ 2023 હેઠળ કેન્દ્ર સરકારનું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય એક તપાસ સંસ્થા બનાવી શકે છે, જેની પાસે કોઈપણ પ્રવૃત્તિના સંબંધમાં ખોટા કે નકલી ઓનલાઈન સમાચારોને ઓળખવા અને તેને ટેગ કરવાની સત્તા હશે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે FCU સોશિયલ મીડિયા કંપનીઓને કેન્દ્ર સરકાર વિશેની ઑનલાઇન સામગ્રીની સેન્સરશિપ લાગુ કરવા દબાણ કરશે. બોમ્બે હાઈકોર્ટે 11 માર્ચે આ અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ અરજદારોએ હવે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે અમારું માનવું છે કે પ્રથમ નજરે આ નિયમોના અમલીકરણ પર પ્રતિબંધ મૂકવાનો મામલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજયા, CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો:પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગી