Delhi/ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, અત્યાર સુધીમાં 7 લોકોના મોત

દિલ્હીના ગોકુલપુરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી છે. આમાં અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, ફાયર વિભાગને અડધી રાત્રે માહિતી મળી,

Top Stories India
aag

દિલ્હીના ગોકુલપુરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી છે. આમાં અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, ફાયર વિભાગને અડધી રાત્રે માહિતી મળી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ આગમાં 7 ઝૂંપડા બળી ગયા હોવાની માહિતી મળી રહી છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટના ગોકુલપુરીના થાંભલા નંબર 12ની આસપાસ જણાવવામાં આવી રહી છે.

દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ પોતે ઘટનાસ્થળની મુલાકાત લેશે અને ત્યાં પીડિતોને મળશે.

આ પણ વાંચો:યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ 17મા દિવસે પણ ચાલુ, ભારે બોમ્બમારાથી અનેક શહેરો તબાહ થયા

યુક્રેન અને રશિયા વચ્ચે ત્રીજા સપ્તાહ સુધી ભીષણ યુદ્ધ ચાલુ છે. રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરો પર સતત બોમ્બ વરસાવી રહ્યા છે. બંને દેશો વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ શનિવારે 17મા દિવસે પણ ચાલુ છે. હુમલાને વધુ તીવ્ર બનાવીને રશિયા ઘણા શહેરો પર ઘાતક બોમ્બ ધડાકા કરી રહ્યું છે. રશિયાની સેના હવે દેશની રાજધાની કિવ તરફ ઝડપથી આગળ વધી રહી છે. યુક્રેનની સરકારે દાવો કર્યો છે કે શુક્રવારે પશ્ચિમી વિસ્તારોમાં એરપોર્ટ નજીક અનેક બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા છે. નિરીક્ષકો અને સેટેલાઇટ ઇમેજોએ સંકેત આપ્યો છે કે વ્લાદિમીર પુતિનના સૈનિકોનો કાફલો લાંબા સમયથી કિવની બહાર અટકી ગયો હતો. રાજધાની કિવ તરફ આગળ વધી રહેલા 64 કિલોમીટર લાંબા રશિયન કાફલાના મોટાભાગના વાહનો ફાયરિંગ મોરચે ઉભેલા જોવા મળે છે.