સુરત/ ડિંડોલીમાં ગેસ લીકેજ થતા લાગી આગ, એકસાથે 7 લોકો ગંભીર રીતે દાઝ્યા

ડિંડોલીમાં આવેલા આર ડી નગરમાં ગેસ લીકેજને કારણે બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ થયેલા ભડકામાં બે કિશોર, એક યુવક, એક વૃદ્ધ, અને મહિલા સહિત 5 જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. 

Gujarat Surat
ગેસ લીકેજ
  • સુરતના ડિંડોલીમાં ગેસ લીકેજ થતા આગ
  • આગમાં કુલ 7 લોકો ગંભીર રીતે દાઝ્યા
  • તમામને 108 મારફતે સિવિલ હોસ્પિ. ખસેડાયા

સુરતમાં ફરી એક વખત ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ડિંડોલીમાં આવેલા આર ડી નગરમાં ગેસ લીકેજને કારણે બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ થયેલા ભડકામાં બે કિશોર, એક યુવક, એક વૃદ્ધ, અને મહિલા સહિત 5 જણા ગંભીર રીતે દાઝી ગયા હતા.  આપને જણાવી દઈએ કે, ડિંડોલીના આરડી નગરના પ્લોટ- 160માં રહેતા છોટેલાલ રામકિશોર રામ જેઓ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનાં ઘરમાં શનિવારે 9:30 વાગે અચાનક જ ગેસ લીકેજ થતાં આગ લાગી હતી.

આ પણ વાંચો :કોરોના ગાઈડલાઇનના ઉલારિયા, આ ધારસભ્યે ભીડ ભેગી કરી ઉજવ્યો બર્થ-ડે

આ આગમાં તેમનું સંયુક્ત પરિવાર અને અન્ય 70 વર્ષીય વૃદ્ધ, જેઓ તેમનાં રૂમમાં સુતા હતાં તેમને આ આગે પોતાની ઝપેટમાં લેતા તેઓ પણ સંપૂર્ણ રીતે દાઝી ગયા હતાં. આ તમામ લોકોને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. હાલ તમામની હોસ્પિટલના G/3 વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

આગ એટલી ભયાનક હતી કે, બાજુની રૂમને પણ લપેટમાં લઈ લીધી હતી. જોકે ત્યાં કોઈ દાઝયું ન હતું. ઘટનાની જાણ બાદ પાડોશી અને ફળિયાવાસીઓ દોડી આવતા મદદ મળી હતી. તાત્કાલિક 108ને ફોન કરી તમામને સિવિલ લવાયા હતા. ગેસ લીકેજવાળી બોટલ માંથી દુર્ગંધ આવી રહી હતી. બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ આગ પકડાય ગઈ હતી. આગને ઓલાવવાની કોશિષ કરીએ એ પહેલાં આખો રૂમ ઝપેટમાં આવી ગયો હતો. વૃદ્ધ કંચનભાઈ અને રાહુલ અને હું એટલે છોટેલાલ ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા છે. જેમની સિવિલમાં સારવાર ચાલી રહી છે.

a 86 4 ડિંડોલીમાં ગેસ લીકેજ થતા લાગી આગ, એકસાથે 7 લોકો ગંભીર રીતે દાઝ્યા

આ પણ વાંચો : થરાદ-ધાનેરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત પાંચના કરૂણ મોત

વધુમાં છોટેલાલ રામે જણાવ્યુ કે, હું સિક્યુરિટી ગાર્ડની જોબ કરું છું. અમે મૂળ બિહારના નાલંદા જિલ્લાના સફડી ગામનાં છીએ. અહીં અમે મારી પતિ, ત્રણ બાળકો સાથે રહીએ છીએ અને ગઈકાલે જ મારો ભાણેજ પણ આવ્યો હતો, એ પણ દાઝી ગયો છે. મારી પત્ની પગમાં દાઝી ગઈ છે. મારાં બન્ને છોકરાઓ પણ દાઝ્યાં છે. શનિવારના રોજ સાંજે 7:30 વાગે ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધો હતો. ત્યારબાદ સુવાના સમયે એટલે કે રાત્રે 9:30 વાગે ગેસ લીકેજવાળી બોટલ ગેલેરીમાંથી રૂમમાં લાવતા જ ભડકા સાથે આગ પકડાઈ ગઈ હતી. કંઈ સમજ પડે તે પહેલાં બધા જ એટલે આખું પરિવાર જ આગની ઝપેટમાં આવી ગયા હતાં.

a 87 ડિંડોલીમાં ગેસ લીકેજ થતા લાગી આગ, એકસાથે 7 લોકો ગંભીર રીતે દાઝ્યા

આ બાબતે દાઝેલા છોટેલાલના જમાઈએ જણાવ્યું કે, ગેસ લીકેજવાળી બોટલમાંથી દુર્ગંધ આવી રહી હતી. બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ આગ પકડાઈ ગઈ હતી. આગને ઓલવવાની કોશિશ કરીએ તે પહેલા આખો રૂમ ઝપેટમાં આવી ગયો હતો પરંતુ અમે આ પહેલા સાંજે 7:30 વાગે ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધી હતી. ત્યારબાદ સુવાના સમયે એટલે કે રાત્રે 9:30 વાગે ગેસ લીકેજવાળી બોટલ ગેલેરીમાંથી રૂમમાં લાવતા જ ભડકા સાથે આગ પકડાઈ ગઈ હતી.

દાઝી ગયેલાની યાદી

  •  રાહુલ દોમન પ્રસાદ રામ ઉ.વ. 17 આરડીનગર નવાગામ ડીંડોલી
  • છોટેલાલ રામકિશોર રામ 39 આરડીનગર નવાગામ ડીંડોલી
  • કંચન કવિતા સિંગ 70 રહે આરડીનગર નવાગામ ડીંડોલી
  • પવનકુમાર છોટેલાલ 13 આરડીનગર નવાગામ ડીંડોલી
  • શ્રવણ કુમાર છોટેલાલ 10 આરડીનગર નવાગામ ડીંડોલી

આ પણ વાંચો :રાજકોટ માં વજુભાઈ વાળા સહિત સિવિલના 3 તબીબો કોરોના સંકર્મિત થયા

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે જૂથ અથડામણમાં 3 મહિલાઓને ગંભીર ઇજા થઈ

આ પણ વાંચો :છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9177 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 7 દર્દીઓનાં મોત થયા