Not Set/ અમદાવાદ સિવિલ હોસ્પિટલના OPD વિભાગમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના OPD વિભાગમાં એકાએક આગ ભભૂકી ઉઠી હોવાનું સામે આવ્યું છે. પરિણામે દર્દીઓ અને મેડિકલ સ્ટાફમાં ઉચાટ ફેલાયો છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ સિવિલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના OPD વિભાગમાં એકાએક આગ ભભૂકી ઉઠી હોવાનું સામે આવ્યું છે. પરિણામે દર્દીઓ અને મેડિકલ સ્ટાફમાં ઉચાટ ફેલાયો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન લગાવાઇ રહ્યું છે.જો કે સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો પરંતુ શોર્ટ સર્કિટના કારણે વિજળી ગૂલ થઇ ગઇ.. અને અંધારૂ થતા OPD વિભાગ બંધ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :ભરૂચ / વરસાદ સાથે નેશનલ હાઇવે 48 ઉપર 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જો કે હોસ્પિટલના કર્મચારીઓએ જ આગને તત્કાલ બુઝાવી દીધી હતી. હાલ તો દર્દીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. જો કે સિવિલ હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપેલી હોવાથી તેઓ તત્કાલ જાતે જ આગ બુઝાવી દીધી હતી. જો કે આગ લાગવાના કારણે સિવિલ હોસ્પિટલના કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ છે. હાલ તેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

જો કે, સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ.શોર્ટ  સર્કિટ થતા લાઈટો ગુલ થઈ હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલાંજ સ્ટાફે જ આગ પર કાબુ મેળવી લીધો હતો. બીજી તરફ લાઈટો સંપૂર્ણ રીતે બંધ થતા સિવિલ હોસ્પિટલની ઓપીડી બંધ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :ભાવનગર /  પાલિતાણામાં 3 લોકો તણાયા, માતાનો બચાવ, બે બાળકો પાણીમાં ગરકાવ

 ઓપીડી બિલ્ડિંગમાં રોજ 3000 હજાર જેટલા દર્દીઓ આવે છે અને સોમવારથી જ બપોરની ઓપીડી શરૂ કરવામાં આવી હોવાને કારણે બપોરે પણ દર્દીઓનો ઘસારો વધ્યો છે પરંતુ સમયસર આગ પર કાબૂ મેળવી લેતા જાનહાની ટળી હતી.

આ પણ વાંચો :કરુણ ઘટના /  સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા રત્નકલાકારે ગુમાવ્યા બંને પગ

આ પણ વાંચો :ગુજરાત /  સોમનાથ મંદિરમાં ભક્તો હવે 4-D ટેક્નોલોજી દ્વારા સ્વયં શિવલિંગ પર જળાભિષેક કરી શકશે

આ પણ વાંચો :AMC /  ભાદરવામાં રોગચાળાનો ભરડો, કોર્પોરેશન હરકતમાં આવ્યું