બનાસકાંઠા/ ડીસા-ભીલડી હાઈ-વે પર લગ્ન મંડપમાં ભભૂકી ઊઠી આગ, લોકોમાં મચી દોડધામ

ડીસા-ભીલડી હાઈ-વે પર આવેલા માલગઢ ગામમાં જ્યાં એકસાથે ચાર દીકરીઓના લગ્ન યોજાયા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા

Gujarat Others
લગ્ન મંડપમાં

ગુજરાતમાં એક પછી એક આગની ઘટના સામે આવી રહી છે. ત્યારે ડીસા ભીલડી હાઈ-વે પર લગ્નના મંડપમાં આગની દુર્ઘટના બની છે. લગ્ન સમારંભ દરમ્યાન આકસ્મિત આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતો મંડપ બળીને ખાક થઈ ગયો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવને પગલે સ્થાનિકોએ પણ પાણીનો મારો ચલાવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

ડીસા-ભીલડી હાઈ-વે પર આવેલા માલગઢ ગામમાં જ્યાં એકસાથે ચાર દીકરીઓના લગ્ન યોજાયા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે મંડપમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

આગને પગલે સ્થાનિક લોકોએ માટી અને પાણીનો મારો ચલાવતા મોટી જાનહાનિ ટળી છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ ફટાકડાને કારણે જ લગ્ન મંડપમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:ફિલ્મ છેલ્લો દિવસથી ફેમસ થયેલા આ બે સ્ટાર્સ છે રિલેશનશિપમાં, આ પોસ્ટ કરી આપી માહિતી