Ahmedabad/ શહેરમાં વહેલી સવારે અનુભવાયો ઠંડીનો ચમકારો

ઠંડીની શરૂઆત હવે થઇ ગઇ છે. ત્યારે ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો અહી સવારનાં સુમારે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

Ahmedabad Gujarat
sss 41 શહેરમાં વહેલી સવારે અનુભવાયો ઠંડીનો ચમકારો

ઠંડીની શરૂઆત હવે થઇ ગઇ છે. ત્યારે ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો અહી સવારનાં સુમારે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

શહેરમાં સવારે 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસનું તાપમાન નોંધાયુ હતુ. હજુ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી પૂરી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં હજુ જોઈએ તેવી ઠંડી પડી રહી નથી, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ, ગાંધીનગર, નલિયાનાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોટાભાગનાં શહેરોમાં 20 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. વહેલી સવારે અને રાત્રી દરમિયાન લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી સપ્તાહથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી છે. આ પહેલા ચાલુ વર્ષે વધારે ઠંડી પડવાની પણ આગાહી કરી છે.

ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદ-ગાંધીનગર સહિતનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાનનો પારો નીચે આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં ઠંડીમાં હજી વધારો થવાની શકયતા છે.