Gujarat surat/ સુરતના ઉધનામાં રીક્ષા પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

સુરતમા રીક્ષામા બેસાડી પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી.ત્યારે વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડીને નજર ચૂકવી સોનાના ઘરેણાં ચોરી કરતા હતા.

Gujarat Surat
Untitled 8 સુરતના ઉધનામાં રીક્ષા પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
  • સુરતના ઉધનામાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ
  • રિક્ષામાં બેસાડીને નજર ચૂકવીને કરતા હતા ચોરી
  • પેસેન્જર પાસેથી સોનાના ઘરેણાંની કરી ચોરી
  • પોલીસે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપ્યા
  • આરોપીઓ પાસેથી 1.59 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Surat News: સુરતમા રીક્ષામા બેસાડી પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી.ત્યારે વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડીને નજર ચૂકવી સોનાના ઘરેણાં ચોરી કરતા હતા.જ્યારે પોલીસને આ બાબતની બાતમી મળત પોલીસે વોચ ગોઠવી હતી.ત્યારે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ આરોપીઓ પાસેથી સોનાના ઘરેણાં સહિત કુલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાના ઘરેણાં ચોરતી ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે.પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી 1.59 લાખની કિંમતના અલગ અલગ દાગીના કબ્જે કર્યા હતા.આ સાથે પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.

સુરતમા રીક્ષા અમા બેસાડી પેસેન્જર ની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી.તે દરમ્યાન ઉધના પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે રસ્તા પર જતી વૃદ્ધ મહિલાઓને એકલતાનો લાભ વૃદ્ધાને ચોર નો ભય બતાવી રીક્ષા મા બેસાડી બાદમાં તેઓના સોનાના ઘરેણાં બેગમાં રાખવાનું જણાવી ઘરેણાં તેમજ રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ ટોળકી એક રિક્ષામાં સોનાના ઘરેણાં વેચવા માટે ઉધના ત્રણ રસ્તા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે અસ્પાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ , કરન રામદાસ બાગુલ અને નરગીશ ઇકબાલ વજીર શેખ ની ધરપકડ કરી હતી, પોલીસે આરોપીઓ પાસેથી એક સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની કાનની કરનકુલ, તથા એક સોનાની ચેઇન મળી કુલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા તેમજ ઝડપાયેલા આરોપી અસ્પાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ 6 ગુના નોંધાયેલાં હોવાનું ઉધના પોલીસે જણાવ્યું હતું, હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતના ઉધનામાં રીક્ષા પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો