ગુજરાત/ લીંબડી સીવીલ કોર્ટમાં કાનૂની મદદ કેન્દ્ર જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું

તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી વાય.ટી.મુલતાનીએ જણાવ્યું હતું કે લીગલ આસીસ્ટન્ટન્સ સેન્ટર ખાતે કાનૂની સહાય PLVની નિમણૂંક કરવામાં આવી છે.

Gujarat Others
Mucormicosis 15 લીંબડી સીવીલ કોર્ટમાં કાનૂની મદદ કેન્દ્ર જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ગુજરાત સ્ટેટ સર્વિસ ઓથોરીટી અને નાલસાની સુચના મુજબ ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ લીંબડી સીવીલ કોર્ટ કમ્પાઉન્ડમાં લીંબડી એડિશ્નલ ડીસ્ટ્રીક્ટ જજ પી.જે.તમાકુવાળા, તાલુકા સેવા સમિતિનાં ચેરમેન એમ.આઈ.એન.શેખ, એડિશ્નલ સિવિલ જજ એમ.આર.પટેલ, લીંબડી બાર એસોસીએશનના પ્રમુખ એલ.જી.રાઠોડની હાજરીમાં “લીગલ આસીસ્ટન્ટ સેન્ટર” (કાનૂની મદદ કેન્દ્ર)ને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સેવાનો અભાવ: ચુડાનાં મોજીદડની SBI માં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી

તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી વાય.ટી.મુલતાનીએ જણાવ્યું હતું કે લીગલ આસીસ્ટન્ટન્સ સેન્ટર ખાતે કાનૂની સહાય PLVની નિમણૂંક કરવામાં આવી છે. કાનૂની મદદ કેન્દ્ર દ્વારા જે પક્ષકાર વકીલ રોકવા માટે સક્ષમ ન હોય તેમજ કોર્ટ કાર્ય પદ્ધતિથી અજાણ હોય તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. ઓનલાઈન લોક અદાલત તેમજ મધ્યસ્થી કેન્દ્ર અન્ય કોર્ટ કાર્યવાહી અંગેની વિડીયો કોન્ફરન્સ, ટેલી કોન્ફરન્સની ફેસેલીટી તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના કેસની માહિતીનું અપડેશન મળી રહેશે.

ઘરકંકાસે બાળકોનો લીધો ભોગ: ભાવનગરમાં પોતાના બાળકો માટે જ માતા બની યમરાજ, પાણીમાં ડૂબાડીને સંતાનોને ઉતાર્યા મોતને ઘાટ

મફત કાનૂની સહાય અનુ.જાતિ, જનજાતિ, મહિલા, બાળકો, માનસિક અસ્વસ્થ અથવા અન્ય રીતે અશક્ત, ઔદ્યોગિક કામદારો, કોઈપણ પ્રકારની પોલીસ કે ન્યાયીક કસ્ટડીમાં હોય, પૂર, સામુહિક આફત, જાતીય અત્યાચાર, દુષ્કાળ, ભૂકંપ કે ઔધોગિક આપત્તિનો ભોગ બનેલી વ્યક્તિ, રૂ.1 લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિને મળી શકશે. સામાન્ય રીતે કોઈપણ પ્રકારના દિવાની, ફોજદારી, મહેસૂલી, મજૂર-ઔધોગિક અદાલત કે પંચ સમક્ષ દાખલ કરવાના દાવા, ફરિયાદ, અરજી, અપીલ, રીટ, રીવીઝન અરજી આવા પ્રકારના કેસોમાં કાનૂની સહાય મળી શકશે.

kalmukho str 20 લીંબડી સીવીલ કોર્ટમાં કાનૂની મદદ કેન્દ્ર જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું