pet dog/ અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે

અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે. આ લાઇસન્સ 500થી 1000 રૂપિયા ભરીને મળશે. આ માટે શ્વાનને RFID ચિપ પણ લગાવાશે. શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 03 27T141322.572 અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે

અમદાવાદઃ અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે. આ લાઇસન્સ 500થી 1000 રૂપિયા ભરીને મળશે. આ માટે શ્વાનને RFID ચિપ પણ લગાવાશે. શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તેણે રસીકરણ કરાવ્યું હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત શ્વાન રાખવાની જગ્યાનો ફોટો અપલોડ કરવાનો છે.

પાલતુ શ્વાન માટેના નિયમો જોઈએ તો કૂતરાના માલિકે ધ્યાન રાખવું પડશે કે કૂતરાથી આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. તેઓ આ કૂતરાનું ગલુડિયા કોઈને આપે કે વેચે તો તેની પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવાની રહેશે. કૂતરાના માલિકના ઘરની બહાર બારકોડ લગાવવાનું આયોજન કરવામાં આવશે.

આગામી દિવસોમાં વિવિધ પ્રકારના કૂતરાને કેટેગરાઇઝ કરીને તેની કેટેગરી મુજબ લાઇસન્સ નક્કી કરવામાં આવશે તેમ મ્યુનિસિપાલિટીના સૂત્રોએ જણાવ્યું હતું. પણ હજી સુધી આ શ્વાન જુદી-જુદી કેટેગરીઓ સુનિશ્ચિત કરી શકાઈ ન હોવાથી હાલમાં તો 500થી 1000 રૂપિયા જ લાઇસન્સ ફી લેવાશે. આગામી દિવસોમાં કેટેગરી મુજબ આ ફીની રકમ વધી પણ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત