ભાવનગર/ ગારીયાધારનાં પીપળવા ગામે સિંહણે કર્યું બે વાછરડીનું મારણ

આ અગાઉ સાતપડા ગામે 4 બકરાનું મારણ કરાયું હતું. આમ ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરા વધતા ગામ લોકોની ચિંતામાં વધારો થયો છે.

Gujarat Others Trending
ભાવનગર

ભાવનગર જિલ્લાનાં ગારીયાધારનાં પીપળવા ગામે વિશ્વ સિંહ દિવસનાં દિવસે સિંહણ દ્વારા મારણ કરાયુ હતું . પીપળવા ગામે બુધવાર રાત્રીએ બે વાછરડીનું મારણ કરાયું હતું. આ અગાઉ સાતપડા ગામે 4 બકરાનું મારણ કરાયું હતું. આમ ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરા વધતા ગામ લોકોની ચિંતામાં વધારો થયો છે. સિંહણ દ્વારા મારણ કરતાની સાથે પીપળવા ગામના લોકો દ્વારા શોર બકોર કરતાં સ્થળ પરથી સિંહણ નાસી ગઈ હતી . જોકે વારંવાર સિંહ પીપળવા ગામમાં આવતા ગામ લોકોમાં ભયનો માહૌલ ફેલાયો છે. ગામ લોકોએ આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ પીપળવા ગામ પર પહોંચ્યો હતો. અને મારણ કરેલ વાચરડી માટે સિંહ ફરી વાર પીપળવા ગામમાં ન આવે તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા બન્ને વાચરડીને સિંહણ જે સ્થળ પર જાડી જાખરામાં મોટા ભાગે રહેતી હોય તે સ્થળ પર બન્ને મારણ કરેલ વાછરડીને છોડી દેવાઈ હતી. જેથી ભૂખી સિંહણ ગ્રામ્ય વિસ્તારમાં આવીને મારણ ન કરે. આમ  સમગ્ર ઘટનાને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

આ પણ વાંચો : દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શપથ લીધા અને થયા ભાવુક