Gir Somnath district/ ઉનામાં રસ્તા પર દોડતી સિંહણ સીસીટીવીમાં કેદ

સિંહણના આંટાફેરાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

Top Stories Gujarat
Beginners guide to 60 2 ઉનામાં રસ્તા પર દોડતી સિંહણ સીસીટીવીમાં કેદ

Gir Somnath News : ગીરના જંગલોમાં વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોની સીમાવાડીમાં અવારનવાર જોવા મળતા હોય છે. ઘણીવાર સિંહ પરિવાર સાથે પણ જોવા મળે છે. હાલમાં અસહ્ય ગરમીને કારણે વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં નીકળતા હોય છે. તે સિવાય સંકારની  શોધમાં પણ આંટાફેરા કરતા હોય છે. દરમિયાન ઉનામાં રહેણાંક વિસ્તારમાં એક સિંહણ રસ્તા પર દોડતી નજરે ચઢી હતી. જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ સિંહણ ઉના ગીર ગઢડા રોડ પરના જશરાજ નગર સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે જોવા મળી હતી. અહીંતી તે નજીકની વાડીમાં જતી રહી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેને કારણે રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.થોડા દિવસ પહેલા પણ એક સિંહ પરિવાર સુગર ફેક્ટરી વિસ્તારમાં આંટાફેરા કરતો દેખાયો હતો. જેને પગલે વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં