જામનગર/ જામનગરમાં મોટી દુર્ધટના ટળી, સ્કુલવાનમાં લાગી આગ, નથી થઈ કોઈ જાનહાનિ

જામનગરમાં મોટી દુર્ઘટના ટળી. સ્કુલવાનમાં આગ લાગી પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. શહેરમાં બેડેશ્વર કાટા પાસે સ્કુલવાનમાં આગથી અફડાતફડીનો માહોલ સર્જાયો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 15T163057.467 જામનગરમાં મોટી દુર્ધટના ટળી, સ્કુલવાનમાં લાગી આગ, નથી થઈ કોઈ જાનહાનિ

Jamnagar News : જામનગરમાં મોટી દુર્ઘટના ટળી. સ્કુલવાનમાં આગ લાગી પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. શહેરમાં બેડેશ્વર કાટા પાસે સ્કુલવાનમાં આગથી અફડાતફડીનો માહોલ સર્જાયો. વિદ્યાર્થીઓ ભરેલ સ્કુલવાનમાં આગ લાગતા લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું. આગ લાગવાની ઘટનાના સમાચાર મળતા નાસભાગ થવા લાગી. સદનસીબે આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.

શહેરમાં આજે બપોરે એનવીએન સ્કુલની ઈક્કો ગાડીમાં આગ લાગી. વિધાર્થીઓથી ભરેલી સ્કુલવાનમાં આગ લાગતા બાળકો નાસભાગ કરવા લાગ્યા. સ્કુલવાનની
સિએનજી ગેસ કીટમા અચાનક આગથી દોડધામ મચી. જાગૃત લોકોએ આગ ભયંકર બને તે પહેલા જ વિધાર્થીઓને બહાર કાઢી લેવાતા જાનહાની ટળી.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ બનાવો બનતા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્ર સાથે સ્કુલવર્ધીને લઈને આરટીઓ એકશન મોડમાં છે. સ્કુલવાન અને રીક્ષામાં ક્ષમતા કરતા વધુ ભરાતા બાળકોને લઈને નિયમો કડક કર્યા છે. દરમ્યાન આ પ્રકારની ઘટના બનતા હવે વાલીઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા પેઠી છે. વાલીઓ પણ હવે સ્કુલવાન અને રીક્ષામાં બાળકોને મોકલતા પહેલા તમામ બાબતોની જાણકારી મેળવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા