Not Set/ ભારતીય વાયુસેનાનું વિમાન થયુ બેકાબુ, મુંબઇ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના

મંગળવાર રાત્રે મુંબઇ એયરપોર્ટ પર એક મોટી ઘટના ટળી હતી. મુંબઇ એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું એક વિમાન AN-32 રનવે થી પણ આગળ વધી ગયુ હતુ. આ વિમાન મુંબઇ થી બેંગલુરુ ઉડાન ભરવાનુ હતુ તે પહેલા આ ઘટના બની હતી. જો કે રાહતની વાત એ છે કે તેમા કોઇ જાનહાનિ થઇ નહોતી. મળતી માહિતી અનુસાર મુંબઇ […]

Top Stories India
mig ભારતીય વાયુસેનાનું વિમાન થયુ બેકાબુ, મુંબઇ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના

મંગળવાર રાત્રે મુંબઇ એયરપોર્ટ પર એક મોટી ઘટના ટળી હતી. મુંબઇ એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું એક વિમાન AN-32 રનવે થી પણ આગળ વધી ગયુ હતુ. આ વિમાન મુંબઇ થી બેંગલુરુ ઉડાન ભરવાનુ હતુ તે પહેલા આ ઘટના બની હતી. જો કે રાહતની વાત એ છે કે તેમા કોઇ જાનહાનિ થઇ નહોતી.

Mig 21 0 0 ભારતીય વાયુસેનાનું વિમાન થયુ બેકાબુ, મુંબઇ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના

મળતી માહિતી અનુસાર મુંબઇ એરપોર્ટનાં રનવે -27 થી ઉડાન ભરતી સમયે ભારતીય વાયુસેનાનું વિમાન મંગળવારે રાત્રે 11 વાગેને 39 મિનિટ પર રનવે ને પાર કરી ગયુ હતુ. આ રનવે સામાન્ય ઓપરેશન માટે ઉપલબ્ધ નથી રહેતુ, જે સમયે આ ઘટના બની તે સમયે રનવે પર કોઇપણ વ્યક્તિ હાજર નહતો. આપને જણાવી દઇએ કે, વિમાન ઉડાન ભરવા માટે રનવે પર એક નિયમિત દૂરી હોય છે. જે મુજબ વિમાનને ઉડાન ભરવાની હોય છે. મુંબઇમાં થયેલા આ હાદસામાં વિમાન નિયમિત દૂરીને પણ પાર કરી ગયુ હતુ.

mumbai airport pti 1550941202 ભારતીય વાયુસેનાનું વિમાન થયુ બેકાબુ, મુંબઇ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે આ પહેલ પણ આ પ્રકારની ઘટનાઓઓ બની ચુકી છે. તારીખ 8 માર્ચ રાજસ્થાનનાં બિકાનેર જિલ્લામાં વાયુસેનાનું એક ફાઇટર વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. જો કે આ અકસ્માતમાં વિમાનનો પાઇલોટનો જીવ બચી ગયો હતો. તદઉપરાંત 25 એપ્રિલનાં રોજ પણ અંબાલા કૈંટની પાસે ઉડાન ભરી રહેલા ભારતીય વાયુસેનાનાં જેગુઆર વિમાનમાં ટેકમિકલ ખામી આવવાના કારણે સાથે પાઇલોટની સમજને કારણે આ વિમાન રહેવાસી એરિયાથી દૂર ક્રેસ થયુ હતુ. વિમાનમાં ખામી કે કોઇ મામૂલી ભૂલને કારણે આ પહેલા પણ ઘણીવાર વિમાન અકસ્માત જોવા મળ્યા છે.