બેઠક/ બિડેન અને પુતિન વચ્ચે 7 ડિસેમ્બરે બેઠક થઇ શકે છે! યુક્રેન પર થઈ શકે છે ચર્ચા

જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. રશિયાએ 2014માં યુક્રેનના ક્રિમિયા વિસ્તારને પોતાની સાથે જોડ્યો હતો

Top Stories World
russai બિડેન અને પુતિન વચ્ચે 7 ડિસેમ્બરે બેઠક થઇ શકે છે! યુક્રેન પર થઈ શકે છે ચર્ચા

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ આશંકા વ્યક્ત કરી છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરી શકે છે. બ્લિંકને કહ્યું છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. રશિયાએ 2014માં યુક્રેનના ક્રિમિયા વિસ્તારને પોતાની સાથે જોડ્યો હતો. ત્યારથી, યુરોપિયન દેશોએ રશિયા પર મોટા પ્રતિબંધો લાદ્યા છે. નોંધનીય છે કે તે સમયે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બિડેન ઉપરાષ્ટ્રપતિના પદ પર હતા.

 

અગાઉ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું હતું કે જો રશિયા યુક્રેન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તો બિડેન વહીવટીતંત્ર હસ્તક્ષેપ કરશે.  અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ શુક્રવારે યુક્રેન પર થયેલા હુમલા અંગે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી આપી હતી.

બિડેને કહ્યું કે અમે લાંબા સમયથી રશિયાની કાર્યવાહીથી વાકેફ છીએ અને અમે આ મુદ્દે પુતિન સાથે લાંબી ચર્ચા કરવાના છીએ. પત્રકારો સાથે વાત કરતાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે રશિયાની આક્રમકતાને રોકવા માટે વ્યાપક અને અર્થપૂર્ણ પગલાં લઈ રહ્યા છીએ. પુતિન શું કરવા જઈ રહ્યા છે તે અંગે લોકો ખૂબ જ ચિંતિત છે. તેમના માટે આ કરવું ખૂબ મુશ્કેલ હશે