મજલીસમાં છવાયો માતમ/ વણમાંગી સલાહ કેમ આપો છો કહી આધેડમાં પેટમાં છરીનાં ઘા ઝીંકી કરાઇ હત્યા

મજલીસ કાર્યક્રમમાં દેકરો થઇ જતા લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે ચારેય શખ્સો મોટર સાયકલ પર નાસી છૂટ્યા હતા

Top Stories Gujarat
મજલીસ કાર્યક્રમમાં દેકરો થઇ જતા લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે ચારેય શખ્સો મોટર સાયકલ પર નાસી છૂટ્યા હતા મજલીસ કાર્યક્રમમાં દેકરો થઇ જતા આધેડ
  • જમનાકુંડ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી આધેડની હત્યા કરાઈ
  • જાફરી સોસાયટીમાં ચાલી રહેલી મજલીસ
  • દરમિયાન ઘસી આવેલા ચાર શખ્સોએ આધેડને ગાળો આપી
  • ચાર શખ્સોએ આધેડને છરીનાં ઘા ઝીકી દીધા
  • હત્યાનાં સી.સી.ટી.વી ફૂટેજ સામે આવ્યા
  • યુવક અને મહિલા વિરુદ્ધ ૩૦૨ ગુનો દાખલ કર્યોભાવનગર નજીવિ બાબતે થયું મર્ડર

શહેરનાં જમનાકુંડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રી ચાલી રહેલી મજલીસ દરમિયાન જૂની માથાકૂટને પગલે પાંચ શખ્સોએ ઘસી આવી આધેડ ને ગાળો આપે ઢીકા-પાટુંનો માર મારી છરી વડે હુમલો કર્યો હતો. દરમિયાનમાં આધેડને પુત્ર બચાવવા ગયો છતાં પુત્રને પણ મહિલા સહિત પાંચ શખ્સોએ માર માર્યો હતો. આઘેડ ને લોહી લુહાણ હાલતએ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં આધેડનું મોડી રાત્રી દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકનાં પુત્ર એ એક મહિલા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અંબાજી 2 વણમાંગી સલાહ કેમ આપો છો કહી આધેડમાં પેટમાં છરીનાં ઘા ઝીંકી કરાઇ હત્યા

હત્યાની ઘટનાની વિગત મુજબ ભાવનગર શહેરનાં જમનાકુંડ વિસ્તારમાં આવેલ જાફરી સોસાયટી ઇબ્રાહીમ મસ્જિદ સામે રહેતા મોહમ્મદહાદિ આશિકભાઈ જમાણી એ ગાંગાજળીયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રિનાં જાફરી સોસાયટીમાં મજલીસનો કાર્યક્રમ રાખેલો હોય. આ મજલીસમાં શરીક થવા માટે મોહમ્મદહાદિ અને પિતા આશિકભાઈ જમાણી તથા ભાઈઓ ગયા હતા. દરમિયાનમાં આ જ વિસ્તાર ખાતે રહેતો શખ્સ અઝરૂદ્દીનઅજુ અબ્દુલઝફર બેલીમ મોટર સાયકલ પર ધસી આવ્યો હતો. આશિકભાઈ જમાણી ને કહેલ કે વણમાગી સલાહ કેમ આપો છો અગાઉ પણ આશિકભાઇએ અઝરુદ્દીનને શેરીમાં અવારનવાર ગાળો બોલતો હોય અને આવારા ગરબી કરતો હોય તે બાબતે ઠપકો આપ્યો હતો. આ સમગ્ર બનાવવાની દાઝ રાખી અઝરૂદ્દીન અને ઉમંગ ઉર્ફે પીગો જોશી અને અજાણ્યા બે શખ્સો મોટરસાયકલ પર ધસી આવ્યા હતા અને આશિકભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાનમાં આશિકભાઈએ જણાવેલ કે ઝઘડો બંધ કર ધાર્મિક કાર્યક્રમમાં ન કરાય તેમ કહેતા ઉશ્કેરાયેલા અઝરૂદ્દીન સહિત ચાર શખ્સો એ આશિક ભાઈને ઢીંકા પાટુંનો માર મારવા લાગ્યા હતા.

અંબાજી 3 વણમાંગી સલાહ કેમ આપો છો કહી આધેડમાં પેટમાં છરીનાં ઘા ઝીંકી કરાઇ હત્યા

આ ઝઘડો વણસી જતા ઉશ્કેરાયેલા ચાર શખ્સો એ આશિકભાઈને છરીનાં ઘા જીંકી દીધા હતા. દરમિયાનમાં પુત્ર મોહમ્મદહદી પિતાને બચાવવા જતા અઝરૂદ્દીનનાં પત્ની આડા ઊભા રહે અવરોધો ઊભો કર્યો હતો મજલીસ કાર્યક્રમમાં દેકરો થઇ જતા લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે ચારેય શખ્સો મોટર સાયકલ પર નાસી છૂટ્યા હતા અને અઝરૂદ્દીનનાં પત્ની પગપાળા ત્યાંથી સરકી ગયા હતા. આશિકભાઈ લોહી લુહાણ હાલતે છોડ પર ભટકાયા હતા દરમિયાનમાં ખાનગી કાર મારફત આશિકભાઈને સરકારી હોસ્પિટલે ખસેડવા માં આવ્યા હતા દરમિયાનમાં મોડી રાત્રીનાં સમયે આશિક ભાઈએ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો.

અંબાજી 4 વણમાંગી સલાહ કેમ આપો છો કહી આધેડમાં પેટમાં છરીનાં ઘા ઝીંકી કરાઇ હત્યા

આ બનાવો અંગે મૃતકનાં પુત્ર મોહમ્મદહાદિએ એક મહિલા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો જેમાં શહેરમાં ગત રાત્રે થયેલ હત્યાનાં સી.સી.ટી.વી ફૂટેજ સામે આવ્યા જેમાં ગત મોડી રાત્રિનાં સમયે મજલીસ નાં કાર્યક્રમ સમયે આસિફ જમાણી આધેડને છરીનાં ધા મારી રહેસી નાખવામાં આવ્યો હતો. બનાવ બાદ પોલીસે ત્રણ સગીર, એક યુવક અને મહિલા વિરુદ્ધ ૩૦૨ ગુનો દાખલ કર્યો હતો. જોકે સામાન્ય બાબતે જમના કુંડ વિસ્તાર પાસે છરીનાં ધા ઝીકી દેતા કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર મુખ્ય આરોપી અજુ અને મહિલા સહિત સગીરની ગણતરીની કલાકોમાં સી.ડિવિઝન પોલીસે ઝડપી પડી પોલીસે કોર્ટમાં રજુ કરી હત્યા અંગે વધુ તપાસ હાથધરી

ભારતીય કિસાન સંઘ /BJPની ભગિની સંસ્થા કિસાન સંઘનો સરકાર સામે મોરચો, નિરાકરણ નહીં આવતા ગાંધીનગર બંધનું આપ્યું એલાન…