સુરેન્દ્રનગર/ ચોરીની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથીયારથી ઘા મારતા એકનું મોત

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે રહી ખેતીકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા અને જૈનાબાદ મેઇન બજારમાં રહેતા અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામા…

Gujarat Others
હથીયારથી

સુરેન્દ્રનગર જીલ્લાના જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધાની સનસનીખેજ વિગતો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરો સાથે ઝપાઝપી કરતા માથામાં ધારીયા કે છરી જેવા તીક્ષ્ણ હથીયારનો ઘા માથામાં વાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જૈનાબાદમાં ચારથી પાંચ મકાનો અને દુકાનોના તાળા તૂટ્યાની વિગતો પણ સામેં આવી છે. જ્યારે પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી ડોગ સ્કવોડ, એફએસએલ અને ફ્રિન્ગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :ધનસુરામાં દિવાળીના દિવસે જ કાર અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

સુરેન્દ્રનગર જીલ્લાના જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધાની સનસનીખેજ વિગતો સામે આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. પાટડી તાલુકાના જૈનાબાદ ગામે રહી ખેતીકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા અને જૈનાબાદ મેઇન બજારમાં રહેતા અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામા ગત રાત્રીના પોતાના નવા ઘરમાં એકલા સૂતા હતા અને બાકીના પરિવારજનો જૂના ઘેર સૂતા હતા.  ત્યારે રાત્રીના અંધારામાં તસ્કરોની ગેન્ગ ચોરી કરવાના ઇરાદે એમના ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારે અવાજ થતાં મકાન માલિક અબ્દુલભાઇ વડગામા જાગી જતાં તસ્કરો સાથે એમને ઝપાઝપી થઇ હતી.

આ પણ વાંચો : સાવરકુંડલામાં દિવસે થતી લડાઈ અને યુદ્ધનો છે અનોખો અંદાજ, વાંચો આ ખાસ અહેવાલ

તસ્કરો સાથે ઝપાઝપી કરતા માથામાં ધારીયા કે છરી જેવા તીક્ષ્ણ હથીયારનો ઘા માથામાં વાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.જૈનાબાદમાં ચારથી પાંચ મકાનો અને દુકાનોના તાળા તૂટ્યાની વિગતો પણ સામેં આવી છે. જ્યારે પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી ડોગ સ્કવોડ, એફએસએલ અને ફ્રિન્ગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક અબ્દુલભાઇ વડગામાની મકાનની દિવાલ પર હાથના લોહિવાળા નિશાન મળી આવતા મૃતક આધેડ અને તસ્કરો વચ્ચે હુમલા અગાઉ ઝપાઝપી થઇ હોવાના અનુમાન સાથે પોલિસે એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામાના ત્રણેય દિકારાઓ ધ્રાંગધ્રા જ્યોતિ હોટલ પર કામ કરતા હોવાની વિગતો પણ સામે આવી છે.

આ પણ વાંચો :પાટડીમાં લક્ષ્મીરૂપી દિકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું

આ પણ વાંચો :જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધા

આ પણ વાંચો :પાટડી જુના બસ સ્ટેન્ડ ખાતે બસની અડફેટે આધેડ નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું