Not Set/ UKમાં મળ્યો કોરોનાનો નવો પ્રકાર, વધુ ઘાતક અને ઝડપી પ્રસાર સાથે અંદાજે 1 હજાર સંક્રમિત

કોરોના હજુ છે જ અને હવે કોરોના પહેલા કરતા પણ વધુ ઘાતક બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન સંશોધનમાં સ્પષ્ટ છે કે તમામ પ્રકારનાં વાઇરસ એક વખત ઉત્પન થયા પછી કાયમ માટે રહે છે

Top Stories World
corona new UKમાં મળ્યો કોરોનાનો નવો પ્રકાર, વધુ ઘાતક અને ઝડપી પ્રસાર સાથે અંદાજે 1 હજાર સંક્રમિત
  • UKમાં મળ્યો કોરોનાનો નવો પ્રકાર
  • નવા પ્રકારથી અંદાજે 1 હજારને ચેપ
  • જૂના પ્રકાર કરતા વધુ ઝડપથી પ્રસરે છે
  • સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં ફેલાયો ઝડપથી
  • નવા પ્રકારના કોરોનાના એટેકથી ચિંતા
  • મેટ્ટ હેનકોકે UKની સંસદમાં આપી માહિતી
  • મેટ્ટ હેનકોક છે UKના આરોગ્ય સચિવ

કોરોના હજુ છે જ અને હવે કોરોના પહેલા કરતા પણ વધુ ઘાતક બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન સંશોધનમાં સ્પષ્ટ છે કે તમામ પ્રકારનાં વાઇરસ એક વખત ઉત્પન થયા પછી કાયમ માટે રહે છે અને જે રીતે માનવીય શરીર કોઇ પણ વાઇરસ સામે લડવા માટે પોતાની રીતે શારીરીક રસાયણો બનાવી રોગ પ્રતિકારતા મેળવે છે તેવી જ રીતે વાઇરસ પણ પોતાની જાતને માનવ શરિરની રોગ પ્રતિકારતા સામે લડવા માટે સ્વયંમ સક્ષમ બનાવે છે.

Covid-19 કેમ કહેવામાં આવે છે ?

Coloured scanning electron micrograph (SEM) of the olfactory epithelium that lines the nasal cavity.

ટુંકમાં સમજીઓ કે તો એક પ્રશ્ન જ આ મામલાને પ્રકાશીત કરી દેશે. હાલમાં હાહાકાર મચાવી રહ્યો છે તે કોરોના વાયરસ કે પછી COVID ને Covid-19 શુ કામે કહેવામાં આવે છે ? હાલનો કોરોના વાઇરસ 2019માં કહેવા પ્રમાણે ચીનમાંથી વિશ્વભરમાં ફેલાયો. 2019માં ફેલાયો એટલા માટે Covid-19, કોરોના વાઇરસ તો 1920થી વિશ્વમાં હતો અને પૂર્વે 1920થી અનેક વખત કોરોના વાઇરસ વિશ્વ પર પોતાની ઘાતકતા પૂરવાર કરવા માટે પોતાની જાતને વધુ વિકસિત એટલે કે ડેવલોપ્ડ કરી હુમલા કરી ચૂક્યો છે. કોરોનાએ ફરી પોતાનો ક્રમ 2019માં પણ ચાલુ રાખ્યો અને નોવા કોવિડ – 19(2019)માં ફરી એક વખત વિશ્વને બાનમાં લીધુ એટલા માટે COVID -19 કહેવામાં આવે છે.

1920માં કોરોના પહેલી વખત દેખાયો

Scanning electron microscope image showing small purple spheres covering green shapes.

પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રાણીઓમાં કોરોના વાયરસ ચેપના પ્રારંભિક અહેવાલો 1920 ના દાયકાના અંતમાં થયા, જ્યારે ઉત્તર અમેરિકામાં પાળેલા ચિકનનું તીવ્ર શ્વસન ચેપ બહાર આવ્યું.  આર્થર શાલ્ક અને એમ.સી. હોનએ 1931 માં પ્રથમ વિગતવાર અહેવાલ આપ્યો હતો, જેમાં ઉત્તર ડાકોટામાં મરઘીઓના નવા શ્વસન ચેપનું વર્ણન છે. નવા જન્મેલા બચ્ચાના ચેપમાં હાંફવું અને 40–90%નો ઉંચા મૃત્યુ દર સાથેની સૂચિબદ્ધતા દ્વારા વર્ગીકૃત કરવામાં આવી હતી.

A farm worker moves along a large row of cages collecting mink to be culled

લેલેન્ડ ડેવિડ બુશનેલ અને કાર્લ આલ્ફ્રેડ બ્રાન્ડલીએ વાયરસને અલગ પાડ્યો હતો. જેણે 1933 માં ચેપ લાગ્યો હતો. વાયરસ તે સમયે ચેપી બ્રોંકાઇટિસ વાયરસ (આઇબીવી) તરીકે ઓળખાય છે. ચાર્લ્સ ડી હડસન અને ફ્રેડ રોબર્ટ બ્યુડેટે 1937 માં પ્રથમ વખત વાયરસને નજીકથી ઓળખવાનો પ્રયાસ કરી વર્ગીકૃત કર્યો હતો. આ નમૂનો બ્યુડેટ સ્ટ્રેન તરીકે જાણીતો બન્યો. 1940 ના દાયકાના અંતમાં, ઉંદરોમાં હિપેટાઇટિસનું કારણ બન્યો છે, તે મગજ રોગ (મુરિન એન્સેફાલીટીસ) અને માઉસ હેપેટાઇટિસ વાયરસ (એમએચવી) માટેનું બે વધુ પ્રાણી કોરોનાવાયરસ, જે.એચ.એમ. મળી આવ્યા.  સમયે તે સમજાયું ન હતું કે આ ત્રણ જુદા જુદા વાયરસને સંબંધિતતા શું છે.

પોતાની જાતને 1920થી ઘાતક બનાવી રહ્યો છે વાઇરસ

ઉપરોક્ત પ્રાથમીક માહિતીનાં આધારે કહી શકાય કે કોરોના જ્યારે પહેલી વખત 1920માં નજરમાં આવ્યો ત્યારથી અનેક વખત વિશ્વ પર ઘાતક હુમલા કરી ચૂક્યો છે અને 2019માં (સાલની સંલગ્નતા પણ જોવા જેવી છે અહીં 1920 અને 2019) ફરી એક વખત કોરોના વિશ્વ પર હાવી થયો અને હાહાકાર મચાવી રહ્યો છે.

UKમાં મળ્યો કોરોનાનો નવો પ્રકાર

Coloured transmission electron micrograph of a section through a human B- lymphocyte

2019નાં અંતિમ મહિનાઓમાં જ્યારે કોરોનાએ ફરી એક વખત માથુ ઉચક્યુ ત્યારથી અત્યાર સુધી કોરોના પોતાનું સ્વરુપ અનેક વખત બદલી ચૂક્યો છે અને આ વાત સૌ કોઇ જાણે જ છે, ત્યારે કોરોનાએ ફરી વિશ્વનાં માથા પર ચિંતાની લકીર તાણી દીધી છે. બીલકુલ UKમાં નવો પ્રકારનો કોરોના વાઇરસ મળ્યો છે. પોતાની જાતને વધુ સુસજ્જ કરી કોરના ફરી વિશ્વ પર હુમલા માટે તૈયાર થઇ રહ્યો છે. UKમાં જોવા માળેલા નવો પ્રકારના કોરોના વાઇરસથી અંદાજે 1 હજારથી વધુ લોકો સંક્રમિત થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. વિડંબના તો તે છે કે, જૂના પ્રકારનાં કોરોના એટલે કે Covid-19 કરતા આ નવા પ્રકારનો કોરોના વધુ ઝડપથી પ્રસરે છે. સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં આ નવા પ્રકારનો કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે. કોરોના સામેની રસી તો જ્યારે પ્રમાણભૂત થાય ત્યારે પરંતુ આ  ઝડપથી પ્રસરી રહેલા આ નવા પ્રકારના કોરોનાનાં એટેકથી ફરી એક વખત વિશ્વ ચિંતા જોવામાં આવી રહ્યું છે. UKની સંસદમાં સાંસદ અને આરોગ્ય સચિવ  મેટ્ટ હેનકોક દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…