ahmedabad/ બોપલમાં દારૂ ભરેલી કારે અકસ્માત કરતા હવે નવા પ્રકારની ગેંગવોરની શક્યતા

જે ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો તેના દરવાજામાં પણ દારૂ અને બિયરની બોટલો છુપાવવામાં આવી હતી

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 07 01T133418.326 બોપલમાં દારૂ ભરેલી કારે અકસ્માત કરતા હવે નવા પ્રકારની ગેંગવોરની શક્યતા

Ahmedabad News : બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર રાજપથ-રંગોલી રોડ પાસે ટર્ન લઈ રહેલી થાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં 3 લોકોના મોત અને એકને ઈજા પહોંચી છે. આજે સવારે થયેલા અકસ્માતમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનરના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. દારૂથી ખીચોખીચ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ ગેંગ માથું ઊંચકી રહી છે તેવું લાગી રહ્યું છે. ભવિષ્યમાં બુટલેગરોની ગેંગ વચ્ચે ગેંગવોર થઈ શકે તેવી શક્યતા પણ અધિકારી ગણમાં વ્યક્ત થઈ રહી છે.. ગુજરાતમાં દારૂ સપ્લાય કરતી વિનોદ સિંધી કંપની તૂટી જતા હવે બિશ્નોઈ અને જાટ ગેંગ ગુજરાતમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય કરતી હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી બિશ્નોઈ અને જાટ દારૂની સપ્લાય કરે છે. ગુજરાતની વિનોદ સિંધી કંપની તૂટી જતા બહારની ગેંગ આવીને દારૂ સપ્લાય કરે છે. જેમાં બિશ્નોઈ ગેંગ લોરેન્સ સાથે કનેક્ટ છે કે નહીં તેની તપાસ ચાલે છે. આ પ્રકારની પ્રવૃત્તિના કારણે આગામી સમયમાં ગેંગવોર થવાની શક્યતા પણ બની શકે છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુના દાખલ છે. અનેક લોકોને મારવાની ધમકીઓ આપી ચૂક્યો છે. છેલ્લાં 10 વર્ષથી જેલમાંથી સક્રિય લોરેન્સે જેલમાં જ બેસીને સુખદેવ ગોગામેડીની હત્યા કરાવી હતી. સલમાન ખાનને પણ મારવાની ધમકી આપી ચૂક્યો છે. બિશ્નોઈ ગેંગ સાથે લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

જે ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો તેના દરવાજામાં પણ દારૂ અને બિયરની બોટલો છુપાવવામાં આવી હતી. જેમાં ફોર્ચ્યુનર કાર યુ ટર્ન લઈ રહેલી થાર કારને અથડાઈ હતી. આ કાર અકસ્માત થતાં થાર 150 ફૂટ દૂર ફેંકાઈ હતી અને વચ્ચેથી થાર પડીકું થઈ ગઈ હતી. કારમાં બેઠેલા બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. તેની સાથે ફોર્ચ્યુનર 5 પલટી ખાઈને ડિવાઈડર સાથે અથડાઇ હતી. જેનાથી દારૂની રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી. ફોર્ચ્યુનરમાં હલકી કક્ષાના દારૂની બોટલો હતી. જેમાં મેક ડોવેલ, વોડકાના ક્વોટર અને ગોડફાધર બિયર હતી. રસ્તા પર દારૂ ઢોળાતા કાયદો વ્યવસ્થા લથડે નહી તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતમાં દારૂના નેટવર્કને તોડી પાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતનો સૌથી મોટો દારૂનો ડીલર વિનોદ સિંધી દુબઈ ભાગી ગયો છે. તે હજી પાછો આવ્યો નથી. પરંતુ તેની વ્યવસ્થિત ગોઠવેલી કંપની જે દારૂનો વેપાર કરતી હતી તેના હવે ટુકડા થઈ ગયા છે. અન્ય રાજ્યની દારૂની ગેંગ ગુજરાતમાં એક્ટિવ થઈ છે. જેમાં ખાસ કરીને રાજસ્થાન ભરતપુર પાસેથી બિશ્નોઈ ગેંગ અને હરિયાણાના કેટલાક ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા જાતે જ આવે છે. તેમના અને સ્થાનિક બુટલેગરો વચ્ચે અનેક વખત ઘર્ષણ થયું હોય તેવું પણ જાણવા મળ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં અજિત કાઠી, ઉં.વ: 32, રહેઠાણ: વિરમગામ, મનીષ ભટ્ટ, ઉં.વ: 52, રહેઠાણ: સાબરમતી, મૂળ વિરમગામ અને ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ, ફોર્ચ્યુનરનો ચાલકનો સમાવેશ થાય છે.જ્યારે રાજુરામ બિશ્નોઈ, ઉં.વ: 24, રહેઠાણ: સાંચોર, રાજસ્થાન ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બોપલ બ્રિજ પાસે દારૂ ભરીને આવી રહેલી ફોર્ચ્યુનર ગાડી પૂરપાટ ઝડપે થાર સાથે અથડાઈ હતી. થાર ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. જ્યારે ફોર્ચ્યુંનર ગાડીમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત થયું હતું. ફોર્ચ્યુનર ગાડી ચલાવી રહેલા વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં જાણો ક્યાં, કેટલો વરસાદ પડ્યો?!

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ