American Airlines/ મુસાફરી દરમિયાન પેસેન્જરે કર્યું એવું કૃત્ય, ફ્લાઈટ પર આજીવન લાગી ગયો પ્રતિબંધ, જાણો સમગ્ર મામલો

એક મુસાફરના  કૃત્યને કારણે એરલાઇન કંપની દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે કે, તે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી શકે નહીં,

World Trending
પ્રતિબંધ

અમેરિકન એરલાઈન્સની એક ઘટના હાલ સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે. જેમાં એક મુસાફરના  કૃત્યને કારણે એરલાઇન કંપની દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે કે, તે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી શકે નહીં, પરંતુ શું તમે જાણો છો કે પ્રવાસ દરમિયાન પેસેન્જરે શું કર્યું, જેના કારણે તેને આટલી મોટી સજા મળી? તો ચાલો તમને જણાવીએ.

નોંધનીય છે કે આ ઘટના અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ 377ની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન એરલાઈન્સમાં પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી વધી ગઈ કે પેસેન્જર ફ્લાઈટ એટેન્ડન્ટ પર ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને આ દરમિયાન તેણે કંઈપણ વિચાર્યા વિના ફ્લાઈટ એટેન્ડન્ટના માથાના પાછળના ભાગમાં મુક્કો માર્યો અને  પછી પાછળની બાજુથી ભાગી ગયો.

હકીકતમાં, અમેરિકન એરલાઈન્સની આ ફ્લાઈટ 377 થી એક વ્યક્તિ અમેરિકાના લોસ એન્જલસ જઈ રહ્યો હતો. જેના માટે તે મેક્સિકોના લોસ કાબોસથી ફ્લાઈટમાં ચડ્યો હતો. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિ ફ્લાઈટમાં ફર્સ્ટ ક્લાસ ટોયલેટનો ઉપયોગ કરવા માંગતો હતો. ફ્લાઈટ એટેન્ડન્ટે વ્યક્તિને ફર્સ્ટ ક્લાસ ટોયલેટનો ઉપયોગ કરવા દીધો ન હતો. બસ આ કારણે પેસેન્જર ફ્લાઈટ એટેન્ડન્ટ પર ગુસ્સે થઈ ગયા. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ દરમિયાન જ્યારે પેસેન્જરે ફ્લાઈટ એટેન્ડન્ટને મુક્કો માર્યો જે બાદ તેણે વહીવટી ટીમને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: PAK PM શાહબાઝ શરીફે કાશ્મીર રાગ આલાપતા ભારતનો સચોટ જવાબ, કહ્યું- ‘સીમા પારથી આતંકવાદ બંધ કરો’

આ પણ વાંચો:પાટીદારોનું ‘પાસ’ શોધે છે, રાજકીય પક્ષનો ‘સાથ’, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને પણ ટિકિટો તો જોઈએ જ છે, ટેકો આપશે કોણ?

આ પણ વાંચો:PM મોદી દ્વારા મેટ્રોનું લોકાર્પણ, કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરિકો માટે મેટ્રો શરૂ થઇ જશે